દમણ- દીવ પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ કેતન પટેલના નિવાસ્થાને સીબીઆઈના દરોડા

દમણ, દેશગુજરાત: દમણ-દીવ કોંગ્રેસના અધ્યક્ષ કેતન પટેલના નિવાસસ્થાને શનિવારે સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

કેતન પટેલના દમણના ડાભેલ નિવાસ્થાને, વટારના ફાર્મ હાઉસે તેમજ તેના દિલ્હીમાં આવેલા નિવાસ્થાને પણ સીબીઆઈ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

પોતાના ઘરે સીબીઆઈએ હાથ ધરેલા સર્ચ ઓપરેશન અંગે કેતન પટેલે કહ્યું કે, શનિવારે સવારે 8:30 વાગ્યે થી સાંજના 5:30 વગ્યા સુધી તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો હતો. આવક કરતા વધુ સંપતિ હોવાના કેસના આધારે સીબીઆઈ દ્વારા છેલ્લા ઘણા સમયથી તપાસ શરુ કરવામાં આવી છે. ઇતને પટેલે વધુમાં કહ્યું કે, તેઓએ  સીબીઆઈ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.

error: Content is protected !!