રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી, મુખ્યમંત્રીએ અમદાવાદના પોળમાં ચગાવ્યા પતંગ

અમદાવાદ:રાજ્યભરમાં આજે (રવિવારે) ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે, લોકો વહેલી સવારથી જ પતંગ અને દોરી લઈને અગાસીઓ પર ચઢી ગયા હતા. જોકે, સવારે પવનની ગતિ ધીમી હોવાથી પતંગરસિયાઓ નિરાશ થયા હતા. પરંતુ આ સમય દરમિયાન અગાસીઓ પર લાગેલા મ્યુઝીક સિસ્ટમની સાથે લોકોએ તલ, શીંગ, મમરા અને દાલીયાના લાડુની મજા માણી હતી. બપોર સુધીમાં પવનની ગતિ વધતા લોકોએ પતંગ ચગાવવાની શરૂઆત કરતા જ ‘કાયપો છે’ની ચીચીયારીથી આકાશ ગુંજી ઉઠ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના ખાડીયા વિસ્તારમાં પતંગ ચગાવી ઉત્તરાયણનો તહેવાર ઉજવ્યો હતો. તેઓ આજે સવારે  ખાડીયા વિસ્તારના કાઉન્સલર મયૂર દવેના ધાબે પહોંચ્યા હતા. વિજય રૂપાણીએ કોટ વિસ્તારની ઉત્તરાયણનો લ્હાવો લીધો હતો અને પેચ લડાવ્યા હતા. જ્યારે તેના પત્ની અંજલી રૂપાણીએ તેમની ફીરકી પકડી હતી. તહેવારની ઉજવણી સાથે રૂપાણીએ સુરક્ષિત ઉત્તરાયણનો પણ સંદેશ આપ્યો હતો.

Image may contain: 8 people, people standing and outdoor

error: Content is protected !!