કેન્દ્ર સરકારે 23 લાખ નિવૃત શિક્ષકોના પેન્શનમાં કર્યો વધારો

નવી દિલ્હીઃ  કેન્દ્ર સરકારે 23 લાખથી પણ વધારે વિશ્વવિદ્યાલયો અને કોલેજોમાંથી નિવૃત્ત થયેલ શિક્ષકો અને ગેર-શૈક્ષણિક કર્મચારીઓનાં પેન્શનમાં 18,000 રૂપિયા સુધીનો નફો કરી દીધો છે. માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.

આ શિક્ષક-ગેર-શૈક્ષણિક કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવેલ છે. સરકારનાં આ નિર્ણયથી કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો અને યુજીસી  અંતર્ગત ડીમ્ડ વિશ્વવિદ્યાવલયોનાં 25,000 પેન્શનરોને ફાયદો થશે. આ સાથે જ 7મું પગાર પંચ લાગુ થયું હોય તેવા રાજ્યોની વિશ્વવિદ્યાલયો અને કોલેજોને પણ આનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, આ અંતર્ગત રિટાયર્ડ થઇ ચૂકેલા  8 લાખ શિક્ષક અને 15 લાખ ગેરશિક્ષક કર્મચારીઓ મળી કુલ 23 લાખ શિક્ષકોને લાભ મળશે.

error: Content is protected !!