કેન્દ્રની મોદી સરકારે છેલ્લા 3 વર્ષમાં જાહેરખબરો પાછળ ખર્ચ્યા રૂ. 4343 કરોડ

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે 2014માં સત્તા પર આવ્યા બાદ જાહેરખબરો પાછળ 4343 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો ખુલાસો  આરટીઆઈના જવાબમાં અપાયેલી માહિતી પરથી થયો છે. મુંબઈના કાર્યકર અનિલ ગલગલીએ આ અંગેની આરટીઆઈ અરજી કરી હતી.

આરટીઆઈ અરજીના જવાબમાં સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે જુન 2014થી ડીસેમ્બર 2017 દરમિયાન પ્રિન્ટ મીડિયામાં રૂ.1732 કરોડ, ઈલેક્ટ્રોનિક મીડિયામાં રૂ.2079 કરોડ અને આઉટડોરમાં રૂ.531 કરોડના ખર્ચે  જાહેરાત આપવામાં આવી હતી.

error: Content is protected !!