પાકિસ્તાન સરહદ સુધી કરતારપુર કોરિડોર બનાવશે સરકાર : અરુણ જેટલી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ગુરુવારે કેબિનેટ બેઠકમાં કરતારપુર કૉરિડોર પર મોટો નિર્ણય લીધો હતો. ગુરુનાનકદેવના 550માં પ્રકાશ પર્વના એક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે કરતારપુર કોરિડોરને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, સરહદની બીજી તરફ પાકિસ્તાનમાં સીખોના પવિત્ર કરતારપુર સાહિબ ગુરુદ્વારા છે. પાકિસ્તાન દ્વારા મંજૂરી ન હોવાથી, શીખ ટેલિસ્કોપ મારફતે કરતારપુર સાહિબના દર્શન કરે છે. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, સરકારે નિર્ણય લીધો છે કે આ અંગેના ખર્ચને સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર ઉઠાવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે સીલવાસામાં મેડિકલ કોલેજ અને ઓબીસી પેટા શ્રેણી પર કામ કરી રહેલા કમિશનને અહેવાલ આપવા માટે વધુ સમય ફાળવવામાં આવ્યો છે.

હવે સરહદ પરથી નહીં કરવા પડે દર્શન

જેટલીએ કહ્યું, “ગુરુ નાનક દેવજીએ કરતારપુર સાહિબમાં તેમના જીવનના 18 વર્ષ ગાળ્યા હતા. તે પડોશની અંદર ભારતની સરહદથી થોડા કિલોમીટરની અંદર છે. દર વર્ષે અહીં હજારો ભક્તો આવે છે. ભારતની સરહદ પર ઉભા રહીને દર્શન કરવાની સુવિધા ગોઠવવામાં આવી છે. કેબિનેટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ગુરદાસપુરમાં ડેરા બાબા નાનકથી ઇન્ટરનેશનલ બોર્ડર સુધી એક કરતારપુર કોરિડોર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે તે એક વિશાળ ધાર્મિક સ્થાન હશે. વિઝા અને કસ્ટમ અહીં ઉપલબ્ધ હશે. તેને વ્યાપક રીતે કરતારપુર સાહિબ કોરિડોરને બનાવવામાં આવશે.તે 3 કિ.મી.નો હશે. ભારત સરકાર તેને સંપૂર્ણપણે ભંડોળ આપશે. આ માટે પાકિસ્તાન સરકાર સાથે પણ વાતચીત કરવામાં આવશે તેમ અરુણ જેટલીએ કહ્યું હતું.

error: Content is protected !!