ડીસામાં ફોરવર્ડ બેઝ સ્થાપવા માટેની આઇએએફની યોજનાને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હી, દેશગુજરાત: કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)એ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ડીસામાં ફોરવર્ડ ફાઇટર બેઝની સ્થાપના કરવા માટે ભારતીય વાયુદળ (આઇએએફ)ની યોજનાને મંજૂરી આપી છે.

હિંદૂસ્તાન ટાઇમ્સના રીપોર્ટ મુજબ, લાંબા સમયથી પડી રહેલી માંગ અંગેનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સીસીએસ બેઠક દ્વારા બુધવારે લેવામાં આવ્યો હતો.

આ નિર્ણય પાકિસ્તાન સામે ભારતની લશ્કરી તાકાતમાં વધારો કરશે.

સીસીએસએ હાલના રનવે વિસ્તારવા, ફાઇટર-પેન અને વહીવટી સુવિધાઓના નિર્માણ માટે રૂ. 1,000 કરોડના પ્રારંભિક રોકાણને મંજૂરી આપી છે.

બાડમેર અને ભુજ/નલિયા એરબેઝ વચ્ચેના મહત્વના હવાઈ સંરક્ષણ અંતરને આ  4000 એકરનું એરબેઝ પૂર્ણ કરશે.

ડીસા, વાયુદળના ગાંધીનગર-મુખ્ય મથક દક્ષિણ પશ્ચિમી હવાઇમથક (એસડબલ્યુએસી) હેઠળનો  નવમો બેઝ બનશે. જે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના વિસ્તારોની સુરક્ષા માટે જવાબદાર છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3  જાન્યુઆરી, 2009માં કચ્છમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ની પોસ્ટમાં સંબોધન કરતા કહ્યું હતું કે, ‘ઉત્તર ગુજરાતના ડીસામાં હવાઈ પટ્ટાની જરૂરિયાત અંગે તમામ સિક્યોરિટી એજન્સીઓ સંમત છે, કેન્દ્ર સરકારે બાડમેરમાં  હવાઈપટ્ટી વિકસાવવાનું નક્કી કર્યું છે. ડીસા બાડમેરથી નલીયા વચ્ચે વ્યૂહાત્મકરીતે મહત્વના સ્થાન પર આવેલું છે, પરંતુ કેન્દ્ર સરકારે બાડમેરની પસંદગી માટે ડીસાને પડતું મુક્યું છે. કેન્દ્ર સરકારે તેના નિર્ણય અંગે પુનવિર્ચાર કરવો જોઈએ અને ડીસા હવાઈપટ્ટી પ્રોજેક્ટને મંજૂરી આપવી જોઈએ.’

error: Content is protected !!