ફાર્માસીસ્ટ પ્રમાણપત્રના દુરુપયોગ બદલ રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા પ્રમાણપત્રો સસ્પેન્ડ કરાયા

ગાંધીનગર: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં ફાર્માસીસ્ટ સર્ટીફિકેટના મોટા પાયે દુરુપયોગ અંગેની ફરિયાદ બદલ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની એકઝીક્યુટીવ કમિટિ દ્વારા સંબંધિત ફાર્માસીસ્ટને સાંભળ્યા બાદ મોટાભાગના ફાર્માસીસ્ટના પ્રમાણપત્રો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમ રાજ્ય ફાર્મસી કાઉન્સિલની યાદીમાં જણાવાયું છે.

ઉપરાંત એક જગ્યાએ નોકરી કરતા હોય તેમજ પોતાનું ફાર્માસીસ્ટનું પ્રમાણપત્ર મેડીકલ સ્ટોરમાં આપ્યું હોય તેવા ફાર્માસીસ્ટોએ પોતાનું નોંધણી પ્રમાણપત્ર પરત લઇ લેવાનું રહેશે. ડ્યુઅલ જોબ કરતા ફાર્માસીસ્ટ ફાર્મસી પ્રેક્ટીસ રેગ્યુલેશન-૨૦૧૫નો ભંગ કરતા જણાશે તો તેમના સામે ફાર્મસી એક્ટ હેઠળ કડક પગલાં ભરવામાં આવશે, તેમ પણ યાદીમાં વધુમાં જણાવાયું છે.

error: Content is protected !!