ભારત અને જાપાનના વડાપ્રધાનની અમદાવાદ મુલાકાતને લઈને બીઆરટીએસ રૂટમાં કરાયા ફેરફાર

અમદાવાદ, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જો આબે 14 સપ્ટેમ્બર ગુરુવારે અમદાવાદ શહેરની મુલાકાતે આવનાર હોવાથી મદદનીશ પોલીસ કમિશનરની સુચના અનુસાર બીઆરટીએસના વિસાત-ગાંધીનગર જંકશનથી અંધજન મંડળ સુધીના રૂટ બીઆરટીએસ બસ માટે બંધ રાખવામાં આવશે. તેથી, ગુરુવારે સવારે 6:૦૦થી બપોરના 1:૦૦ વાગ્યા સુધી અથવા તો સક્ષમ અધિકારીની સુચના ન મળે ત્યાં સુધી આ રૂટને બંધ રાખવામાં આવશે.

નીચે જણાવેલા રૂટ બંધ રહેશે

 •  04 – ઝુંડાલ સર્કલથી કોમર્સ છ રસ્તા
 • 03 –  આરટીઓથી મણીનગર
 • 12 – આરટીઓથી હાટકેશ્વર
 • 101 – આરટીઓ સરક્યુલર
 • 201 – આરટીઓ એન્ટીસરક્યુલર
 • 1000 – એરપોર્ટ શટલ

નીચે જણાવેલા રૂટો આંશિક ફેરફાર સાથે ચાલુ રહેશે

 • 07 – નારોલથી ઝુંડાલ રૂટના બદલે નારોલથી ગુરુદ્વારા (દૂધેશ્વર) શટલ
 • 02 –  સાયન્સ સીટીથી ઓઢવ રીંગરોડ રૂટના બદલે ઓધવ રીંગરોડથી ગુરુદ્વારા (દૂધેશ્વર) શટલ
 • 09 –  સોલા ભગવતીથી મણીનગર રૂટના બદલે મણીનગરથી એલ.ડી.એન્જી.કોલેજ સુધી શટલ

નીચે જણાવેલા રૂટ રાબેતા મુજબ ચાલુ રહેશે

 • 01 – મણીનગરથી ઘુમા ગામ
 • 08 – ઇસ્કોનથી નરોડા
 • 05 – વાસણાથી નરોડા ગામ
 • 06 – નારોલથી નરોડા ગામ
 • 11 – એમ.જે.લાયબ્રેરીથી ઓધવ રીંગરોડ

error: Content is protected !!