ચીઝ અને ટામેટાં ટોસ્ટ

સામગ્રી :-

૪ જાડા બ્રેડના ચોરસ કટકા,
૪ થી ૫ ટેબલ સ્પૂન માખણ,
૭ થી ૮ ટેબલ સ્પૂન ચીઝ,
૪ નાનાં ટામેટાં, તેલ અથવા માખણ,
મીઠું, મરી, કોથમીર,
મરચાં, આદુ,
૧/૨ ચમચી અજમો.

રીત :-

બ્રેડને બન્ને બાજુ શેકીને ટોસ્ટ તૈયાર કરવા. ત્યારબાદ બ્રેડના ઉપરના ભાગમાં માખણ પાથરવું અને ચીઝના ચોરસ કટકા કરી ગોઠવવા. ફરીથી ઉપર માખણ લગાડવું. ત્યારબાદ મીઠું, મરી, આદુ-મરચાંની પેસ્ટ અને કોથમીર અને ઝીણાં સુધારેલા ટામેટા ભભરાવવાં. છેલ્લે અજમો છાંટવો અને ટોસ્ટને ગ્રિલ કરવા. ટામેટાં પોચા થાય અને ચીઝ પીગળવા લાગે એટલે ટોસ્ટને બહાર કાઢવા

error: Content is protected !!