સોશ્યલ મિડિયા વોચઃ ચેન્નઇનો ફોટો ફેરવી આખો દિવસ અમદાવાદ એરપોર્ટ પર પસ્તાળ, જૂઠાણું ફરતું કરવામાં મોટા મોટા જોડાઇ ગયા

અમદાવાદઃ સામાન્ય દુનિયામાં જે મૂર્ખાપણું પ્રગટ કરે તેમના માટે બેવકૂફ શબ્દ વપરાય છે પરંતુ ઇન્ટરનેટની દુનિયામાં જેઓ કોઇ ખોટી તસવીર કે મેમે કે માહિતી લખીને, શેર કરીને, ફોરવર્ડ કરીને કે રિટવીટ કરીને મૂર્ખામી પ્રગટ કરે તેમના માટે વેબકૂફ શબ્દ વપરાય છે.

આજે જુઓ ટવીટર પર કોણ કોણ વેબકૂફ બન્યું?

દક્ષિણ ભારતના ચેન્નઇ એરપોર્ટ પર વર્ષ 2015ના પૂર દરમિયાન ટર્મેક પર પાણી ભરાયું હતું તેના વિવિધ ફોટોગ્રાફ ખૂબ પ્રસિદ્ધ થયા હતા.

ગઇ રાત્રે અમદાવાદમાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો એના સમાચારો વચ્ચે કેટલાક લોકોએ ચેન્નઇ એરપોર્ટનો એ ફોટો અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રિય હવાઇ મથકના ફોટો તરીકે વાયરલ કરી દીધો.

આમાં મોટા મોટા હેન્ડલો પણ જોડાઇ ગયા.

ગુડગાંવ સ્થિત સ્કાયમેટ એ એક પ્રાઇવેટ વેધર એજન્સી છે તેણે પણ ચેન્નઇનો ફોટો અમદાવાદના નામે ટવીટ કરી દીધો.

Airport Fake Skymet

ટીવી નાઇન ગુજરાતીએ પણ અમદાવાદના નામે ચેન્નઇનો ફોટો ટવીટ કર્યો.

Airport Fake TV9 Gujarati

તો ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદે પણ પોતાના ટવીટર હેન્ડલ(અનવેરીફાઇડ) પરથી ફોટો ટવીટ કરી દીધો.

Airport Fake AIR

પછી ચાલ્યો ભાજપ-વિરોધીઓનો કે ગુજરાતની ખેંચવામાં હંમેશા તૈયાર એવી ટોળકીનો ભાજપ સરકાર પર એટલેકે ગુજરાત સરકાર પર વાર.

કોઇએ કટાક્ષ કર્યો કે બોટ લાવો, કોઇએ કટાક્ષ કર્યો કે સી પ્લેન લાવો….

કોંગ્રેસવાળા ન હોય તો જ નવાઇ અને ગુજરાતનું ખરાબ દેખાતું હો તો આપીયા તો આમાં હોય જ, આ જુઓ આપના આઇટી ઇન્ચાર્જની ટવીટ

Ankit-Lal-Lies

ઇન્ડિયા ટાઇમ્સે પણ આ જ ફોટોગ્રાફનો ઉપયોગ તેમના આર્ટીકલમાં કરી દીધો. (લીંક https://t.co/yM66CqOScE )

અને હકીકત? હકીકત એ કે એરપોર્ટ તો ચેન્નઇનું છે અને ફોટોગ્રાફ વર્ષ 2015નો છે ( આ વર્ષ 2015ની ટવીટમાં જુઓ https://twitter.com/S118869/status/671957716319907840 )

Airport Real Brendon

error: Content is protected !!