ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિએ 4 ન્યાયાધિશોને ન્યાયાધિશ તરીકેના શપથ લેવડાવ્યા

અમદાવાદ: આજે (સોમવારે) ગુજરાત હાઈકોર્ટમાં હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ આર.સુભાષ રેડ્ડીએ વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે નિમણૂંક પામેલા ચાર ન્યાયમૂર્તિઓને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જસ્ટીસ ઉમેશ અમૃતલાલ ત્રિવેદી, જસ્ટીસ અજયકુમાર ચંદુલાલ રાવ, જસ્ટીસ વીરેશકુમાર બાવચંદભાઈ માયાની, અને જસ્ટીસ ડૉ. આશુતોષ પુષ્કરરાય ઠાકરે ન્યાયમૂર્તિ તરીકેના શપથ લીધા હતા. આ પ્રસંગે, ગુજરાત હાઇકોર્ટ એસોસીએશનના હોદ્દેદારો ઉપરાંત હાઇકોર્ટના અધિકારીઓ તથા ન્યાયમૂર્તિઓના પરિવારજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

error: Content is protected !!