રાજ્યમાં વિદ્યાર્થીઓને ન અપાયેલી ધૂળ ખાતી સાયકલોનો મુખ્યમંત્રીએ મંગાવ્યો રીપોર્ટ, જિલ્લા શિક્ષણાધિકારીઓને તપાસના આદેશ

ગાંધીનગર: ગુજરાતમા જિલ્લા શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે. ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના લાભાર્થે 9000થી વધુ સાઈકલો વિતરણ કરવા આપી હતી. પરંતુ કેટલાક લોકોની નિષ્કાળજીને પગલે આ સહાય વિદ્યાર્થીઓ સુધી પહોંચી જ ન હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં વડોદરા, વલસાડ, મહેસાણા, આણંદ, કચ્છ અને ખેડાના ઠાસરા સહિતના કેટલીક સ્થળો જિલ્લામાં સાઈકલો ધૂળ ખાતી પડી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધૂળખાતી સાઈકલોનો વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. જેથી આ અંગે તપાસ માટે હવે સીએમઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. સીએમઓના આદેશ મુજબ તેમને 4 બાબતોનો ખુલાસો કરવાનો રહેશે. જેમાં જિલ્લામાં હાલ કુલ કેટલી સાયકલો પડી છે, ધૂળખાતી સાયકલો કેવા સંજોગોમાં છે, આ સાયકલો કેટલા સમયથી પડી છે તેમજ ક્યા વર્ષની સાયકલો હજુ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચી નથી.

error: Content is protected !!