લોકરક્ષક દળની પરીક્ષામાંથી પરત ફરતા ઉમેદવારનું અકસ્માતે મોત, મૃતકના પરિવારજનોને 4 લાખની સહાય કરવાની મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત

ગાંધીનગર: 2 ડિસેમ્બર (રવિવારે) યોજાયેલી લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષાને મોકૂફ રાખવાની ફરજ પડી હતી. જેને લઈને પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારો પરીક્ષા સ્થળ પરથી પાછા ફર્યા હતા. પરીક્ષા આપવા પહોંચેલા લગભગ 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા સ્થાળેથી પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન આશરે 2 જેટલા ઉમેદવારોના અક્સ્માતમાં મોત થયા હતા. અકસ્માતે મોત થયેલા ઉમેદવારોના પરિવારને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 4 લાખની સહાય કરવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી મૃતક ઉમેદવારોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વિજાપુરના વડાસણ ગામના યુવાન જતીનસિંહ વિહોલ નામના એક વિદ્યાર્થીનું બસની ટક્કરે મૃત્યું થયું હતું.

લોકરક્ષક દળની પરીક્ષા આપીને પરત ફરતા 2 ઉમેદવારોના અકસ્માતમાં મોત થયા હતા અને અન્ય 6 ઉમેદવારોને ઇજા પહોંચી હતી. મહેસાણાથી અમદાવાદ બાઈક પર આવેલા યુવકનું ગાંધીનગર બાવલા ચોકડી નજીક એસટી બસની ટક્કરે મોત થયું હતું. તેની સાથે આવેલા તેનો એક મિત્ર ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Related Stories

error: Content is protected !!