મુખ્યમંત્રી રૂપાણીએ ભારત-પાક બોર્ડર પર બીએસએફના જવાનો સાથે કરી દિવાળીની ઉજવણી

બનાસકાંઠા : ભારત દેશમાં ઘણા તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ દિવાળીના પર્વને લઈને લોકોમાં વિશેષ આનંદ – ઉત્સાહ જોવા મળતો હોય છે. આજે (બુધવારે) દિવાળીનો દિવસ હોય વ્યવસાયકારો ચોપડા પૂજન કરી તેમજ મીઠાઈઓ વહેંચી, દિવા પ્રગટાવી અને ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે. સમગ્ર દેશમાં લોકો ખૂબ જ આંનદ ઉલ્લાસ સાથે પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દેશની રક્ષા કરતા બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા માટે બનાસકાંઠા જિલ્લાના સુઇગામ પહોંચ્યા હતા. નડાબેટમાં બીએસએફના જવાનોએ મુખ્યમંત્રી રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

Image may contain: 9 people

નડાબેટ પહોંચેલા મુખ્યમંત્રી રૂપાણીની સાથે તેમના પત્ની પણ હતા. તેઓએ સરહદના પ્રાચીન મંદિર ગણાતા નડેશ્વરી માતાના દર્શન કર્યા હતા. દિવાળીનો દિવસ જવાનો સાથે મનાવી મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, “જવાનો સાથે આ તહેવારની ઉજવણી કરવી એ સૌભાગ્યની વાત છે. ” આ સાથે જ રૂપાણીએ ઉમેર્યું હતું કે, સીમા દર્શનના કારણે લોકોને ખૂબ જાણવા મળે છે.

અહીં જવાનોને પડતી મુશ્કેલી અંગે પણ મુખ્યમંત્રી રૂપાણી સાથે ચર્ચા કરવામાં આવી હતી, અહીં જવાનોએ કહ્યું હતું કે, નેટવર્ક નથી સહિતની અન્ય તકલીફો અંગેની વાત કરી હતી. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, બોર્ડર ઉપર આવવાને કારણે રાજ્ય સરકારના ધ્યાનમાં અનેક સમસ્યાઓ આવી છે તેનું સમાધાન કરીશું.

Image may contain: 3 people

નોંધનીય છે કે, મુખ્યમંત્રી રૂપાણીએ સમગ્ર ગુજરાતવાસીઓને પણ દિવાળીની શુભકામના પાઠવી હતી.

error: Content is protected !!