ગાંધીનગર: ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની નવીન કચેરીનો કાર્યારંભ કરાવતા મુખ્યમંત્રી રૂપાણી

ગાંધીનગર: ગાંધીનગરમાં ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.)ની નવીન કચેરીનો કાર્યારંભ મુખ્યમંત્રી વિજયય રૂપાણીએ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. સેક્ટર ૧૦(બી)ના કર્મયોગીભવનમાં કાર્યરત થયેલી આ કચેરી રાજ્યની અતિપછાત જાતિઓની સામાજિક, શૈક્ષણિક તેમજ આર્થિક સ્થિતિ સુધારવા અંગે વિવિધ યોજનાઓ તૈયાર કરી તેની મંજૂરી અને અમલીકરણની કામગીરી કરે છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી રૂપાણીએ અતિપછાત સમાજ પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને ગુજરાત અનુ. જાતિ – અતિપછાત વિકાસ નિગમને ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.)નું ૨૦૧૭માં સન્માનજનક નામાભિધાન કર્યું છે. આ નિગમ દ્વારા અત્યાર સુધીમાં ૩૭૩૪ લાભાર્થીઓને વિવિધ સહાય-લોન અંતર્ગત કુલ ૧૬ કરોડ ૫૯ લાખ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ નિગમ-નવી દિલ્હીના સહયોગથી સીધા ધિરાણ યોજના અન્વયે માઇક્રો ક્રેડિટ ફાયનાન્સ, મહિલા સમૃદ્ધિ યોજના, પેસેન્જર ઓટો રિક્ષા માટે ધિરાણ, ઇ-પેસેન્જર રિક્ષા – કેરિયર વાહન માટે તેમજ ઊંટ લારી માટે ધિરાણ આ નિગમ આપે છે.

error: Content is protected !!