મુખ્યમંત્રી રૂપાણીએ ઇઝરાયેલના શેફડેન સ્થિત ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી

ઇઝરાયેલ: મુખ્યમંત્રી વિજય રૂપાણીના વડપણ હેઠળના ઉચ્ચસ્તરીય ગુજરાત પ્રતિનિધિ મંડળે ઇઝરાયેલ પ્રવાસના પ્રથમ દિવસે શેફડેન સ્થિત ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નિરીક્ષણ-મુલાકાત લીધી હતી.  ૧૯૭૭થી મેકોરોટ – Mekorot કંપની દ્વારા ૨૫૦ મિલિયન ડોલરથી સ્થાપિત આ પ્લાન્ટ ઇઝરાયેલનો સૌથી મોટો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. તેની ક્ષમતા રોજના ૩ લાખ ૭૦ હજાર ઘન મીટર – ૩૭૦ MLD શહેરી વેસ્ટ વોટર ટ્રીટ કરવાની છે.

મુખ્યમંત્રીએ આ પ્લાન્ટની મુલાકાત દરમિયાન કહ્યું કે ગુજરાત અને ઇઝરાયેલ – બેઉ પ્રદેશો પાણીની સમાન સમસ્યા – ચેલેન્જનો સામનો કરી રહ્યાં છે. ઇઝરાયેલે નેચરલ વોટર, રિસાયકલ્ડ વોટર અને ડિસેલિનેશન વોટરથી પોતાની પાણી જરૂરિયાતો વ્યાપકપણે સંતોષી છે, તેના અનુભવ જ્ઞાન અને ગુજરાત- ઇઝરાયેલ વચ્ચે સહભાગિતાની તકો વિકસાવીને ગુજરાતમાં ૨૦૫૦ સુધી કોઇ જળ સમસ્યા ન થાય તેવું આયોજન અને કામ કરવું છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો ધરાવતું રાજ્ય છે. એટલું જ નહીં, જુદા જુદા શહેરોમાં સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નેટવર્ક પણ ગુજરાતમાં છે. રાજ્યમાં સારા પ્રમાણમાં કુદરતી જળસ્રોત પણ છે ત્યારે હવે આ જળ સંસાધનોનો કાર્યદક્ષ ઉપયોગ કરીને ગુજરાતને ૨૦૫૦ સુધી જળ સુરક્ષિત રાજ્ય બનાવવું એ સમયની માગ છે. આ સંદર્ભમાં વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પોલિસી લોન્ચ કરી છે. જોડીયા પાસે ૧૦૦ MLDનો ડિસેલિનેશન પ્લાન્ટ પણ કાર્યરત થવાનો છે. તે ઉપરાંત અન્ય ૧૦ ડિસેલિનેશન પ્લાન્ટ્સ રાજ્યના દરિયા કિનારે શરૂ કરીને સમુદ્રી વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં જળ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ઇઝરાયેલ-ગુજરાતના સહભાગી પ્રયાસો ફળદાયી બનશે.

Image may contain: 2 people, people standing and outdoor

મુખ્યમંત્રીએ ગુજરાતમાં તાજેતરમાં રાજ્ય સરકારે ‘રિયૂઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી’ લોન્ચ કરીને શહેરો-નગરોના વેસ્ટ વોટર ટ્રીટ કરી તેનો વપરાશ માટે પુનઃ ઉપયોગ કરવાની જે પહેલ કરી છે તે સંદર્ભમાં ઇઝરાયયલના આ પ્લાન્ટની ઉપયોગિતા અને ટેક્નોલોજિકલ સહભાગિતા ગુજરાતમાં થઇ શકે તે માટે સૂચનો કર્યા હતાં. તેમણે એમ પણ સૂચવ્યું કે રાજ્યના મહાનગરો અને વિકસી રહેલા નગરોમાં ઇઝરાયેલની આ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ટેક્નોલોજીથી વધુ સારી રીતે વેસ્ટ વોટર એકત્રીકરણ અને ટ્રીટમેન્ટ કરી તેને પીવાના ઉપયોગ સિવાય પુનઃવપરાશ ઉપયોગ થઈ શકે.

મુખ્યમંત્રીએ ઇઝરાયેલમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અગ્રિમ દરજ્જાની મેકોરોટ કંપનીના પદાધિકારીઓ સાથે વોટર મેનેજમેન્ટની ટેક્નોલોજિઝ અને મેનેજમેન્ટ વિષયક જાણકારી મેળવવામાં ઉત્સુકતા દર્શાવી તલસ્પર્શી વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશન સાથેની આ પ્રેઝન્ટેશન-ચર્ચા બેઠકમાં ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના પ્રોફેશનલ ઇન્સ્ટ્રક્ટર ગલ સોહેમ – Gal Shoham અને ઇઝરાયેલના અધિકારીઓ જોડાયા હતા.

ગુજરાતના પાણી પૂરવઠા અગ્રસચિવ જે. પી. ગુપ્તાએ ગુજરાતમાં જળ વ્યવસ્થાપનની વિગતો આપી હતી.

Image may contain: one or more people, people standing, sky, outdoor and nature

Related Stories

error: Content is protected !!