જેરૂસલામમાં 800થી વધુ વર્ષથી ભારતીયો માટે વિરામ સ્થાન-ઐતિહાસિક ઇન્ડીયન હોસ્પિસની મુખ્યમંત્રી રૂપાણીએ મુલાકાત લીધી
June 30, 2018
જેરૂસલામ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇઝરાયેલ પ્રવાસના ચોથા દિવસે આજે (શનિવારે) પવિત્ર શહેર જેરૂસલામમાં ૮૦૦ વર્ષ કરતા વધુ સમયથી ભારતીયો માટે વિસામો-વિરામ સ્થાન-ગેસ્ટ હાઉસ એવા ઐતિહાસિક ઇન્ડીયન હોસ્પિસની મૂલાકાત લઇ કૃતજ્ઞતા અનુભવી હતી.
અહીં એ નિર્દેશ કરવો જરૂરી છે કે ઇન્ડિયન હોસ્પિસનો ઇતિહાસ ૮૦૦ વર્ષ કરતા પણ વધુ સમયનો છે. ઇ.સ. ૧૨૦૦ થી ૧૩૦૦ના સમયમાં ચિશ્તી પરંપરાના સુફી સંત બાબા ફરીદએ જેરૂસલેમની પવિત્ર અક્સા મસ્જિદમાં ૪૦ દિવસની ઉપવાસ સેવા-સાધના કરી હતી. ત્યાર બાદથી જેરૂસલેમ થઈને મક્કા જતા ભારતીય શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધવાથી બાબા ફરીદની યાદરૂપે એક પવિત્ર ધર્મસ્થળ, ઇન્ડિયન હોસ્પિસ અસ્તિત્વમાં આવી.
આ ઇન્ડીયન હોસ્પિસ આજે પણ જેરૂસલામની પવિત્ર ભૂમિ પર આવનારા ભારતીયો માટે ૭૦૦૦ સ્કવેર મીટરની જગ્યામાં વિરામ સ્થાન તરીકે સેવારત છે. ઇ.સ. ૧૯ર૪થી આ ઇન્ડીયન હોસ્પિસનું સંચાલન-જાળવણી ભારતના ઉત્તરપ્રદેશના સરહાનપૂરના અંસારી
પરિવાર દ્વારા કરવામાં આવે છે. હાલ આ સંચાલન મોહમદ મૂનિર નાઝીર અંસારી અને તેમના પત્ની કરી રહ્યા છે. તેમના દાદા-પરદાદા
શૌકત અને મુહમદ અલી ભારતમાં મહાત્મા ગાંધીની અસહકાર ચળવળ સાથે શરૂ થયેલા ખિલાફત આંદોલનના પ્રણેતા હતા.
મોહમદ મૂનિર અન્સારીને તેમની આ સામૂદાયિક સેવાથી વિદેશની ધરતી પર ભારત દેશની અસામાન્ય સેવાઓ માટે ર૦૧૧માં પ્રવાસી ભારતીયનું સન્માન પણ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલું છે. મુખ્યમંત્રીએ ગુજરાત ડેલિગેશન સાથે આ ઇન્ડીયન હોસ્પિસની મૂલાકાત લેતાં જેરૂસલામની ભૂમિ પર પાછલા અનેક દશકોથી ભારતીય સંસ્કાર, સાંસ્કૃતિક વિરાસત અને સ્થાપત્યની પેઢી દર પેઢીથી સુપેરે સાચવણી અન્સારી પરિવારે કરી છે તે માટે અભિનંદન આપ્યા હતા.
તેમણે વિશ્વના કોઇ પણ ખૂણે વસતો ભારતીય પોતાની વતન ભૂમિના મૂલ્યો જાળવી રાખીને તે પ્રદેશના વિકાસ સાથે સકારાત્મકતાથી તાદાત્મ્ય સાધી લે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ અંસારી પરિવારે પુરૂં પાડયું છે એમ પણ કહ્યું હતું.
વિજય રૂપાણીએ આ તકે ઇન્ડીયન હોસ્પિસમાં ૧રમી સદીમાં ૪૦ દિવસ સાધના કરનારા સૂફી સંત બાબા ફરીદીને પણ આદરાંજલિ પાઠવી હતી. જેરૂસલામ વિશ્વભરના કરોડો લોકો માટે પવિત્ર શહેર બન્યું છે ત્યારે ભારતીયો માટે ઇન્ડીયન હોસ્પિસ માદરે
વતનની અનૂભુતિ કરાવતું વિશ્રામ ધામ છે એમ પણ તેમણે કહ્યું હતું.
Related Stories
મુખ્યમંત્રી રૂપાણી 26 જૂનથી 6 દિવસના ઇઝરાયલ પ્રવાસે, પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વિદેશ પ્રવાસ
મુખ્યમંત્રી રૂપાણીનો ઇઝરાયેલ પ્રવાસ: નવી દિલ્હી હવાઈ મથકે ઇઝરાયેલના ભારતીય રાજદૂત મુખ્યમંત્રીની મુલાકાતે
મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ માટે ઇઝરાયેલની એમ-પ્રેસ્ટ અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ
મુખ્યમંત્રી રૂપાણીએ ઇઝરાયેલના શેફડેન સ્થિત ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી
ઇઝરાયેલની સિંચાઇ પદ્ધતિ અને ગ્રીન હાઉસ એગ્રો ટેકનોલોજી માટેની કંપની નેટાફિમની મુખ્યમંત્રી રૂપાણીએ મુલાકાત લીધી
ગુજરાત-ઇઝરાયેલ વચ્ચે કૃષિ-બાગાયત સહિતના ક્ષેત્રે જોઇન્ટ વર્કીંગ ગૃપની રચના કરાશે
ઇઝરાયેલ ગુજરાતને ડિજીટલ ફાર્મિંગના 100 યુનિટની ભેટ આપશે
ગુજરાતમાં યહૂદીઓને ધાર્મિક લઘુમતિનો દરજ્જો આપવાનો મુખ્યમંત્રી રૂપાણીનો નિર્ણય
ઇઝરાયલે વિકસાવેલા સાયબર ક્રાઇમ ડિટેકશન-પ્રિવેન્શન-ફોરેન્સિક્સ અંગેના તજજ્ઞો-સંચાલકો સાથે મુખ્યમંત્રી રૂપાણીની બેઠક
ઇઝરાયેલમાં ટ્રાફિક નિયંત્રણ-દરિયાઇ સુરક્ષામાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ, મુખ્યમંત્રી રૂપાણીએ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરની માહિતી મેળવી
ઇઝરાયેલ અને ગુજરાત વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહભાગીતાના 16 એમઓયુ પર હસ્તાક્ષર
મુખ્યમંત્રી રૂપાણીએ ઇઝરાયેલમાં યાડ વાશેમ હોલોકૉસ્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી
કૃષિ-પશુપાલન સેકટરમાં 9 વિષયોમાં ઇઝરાયેલ ટેકનોલોજી-બેસ્ટ પ્રેકટીસીસના પાયલોટ પ્રોજેકટસ ગુજરાતમાં હાથ ધરાશે: રાજ્ય સરકાર
Recent Stories
ગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી
નર્મદા તથા અન્ય કેનાલોમાંથી પાણીનો બિનઅધિકૃત ઉપયોગ કરવો નહીં
અન્ય વ્યક્તિના પુરાવા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપી નોંધણી કરાવનાર વ્યક્તિ તથા જી.એસ.ટી. પ્રેક્ટિશનર ગુના પાત્ર ઠરશે.
આ સમયગાળા દરમિયાન પૂર્વ ચેરમેન દ્વારા કરાયેલી કથિત રૂ.૬.૭૮ કરોડની નાણાકીય ગેરરીતિ સામે ચાલી રહેલી વસુલાત કાર્યવાહી
ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર સહિત પ્રોફેશનલ કોર્ષમાં ૪૦,૦૦૦ થી વધુ બેઠકોનો વધારો થશે