ઇઝરાયલે વિકસાવેલા સાયબર ક્રાઇમ ડિટેકશન-પ્રિવેન્શન-ફોરેન્સિક્સ અંગેના તજજ્ઞો-સંચાલકો સાથે મુખ્યમંત્રી રૂપાણીની બેઠક

ઇઝરાયેેલ: મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વના ગુજરાત ડેલિગેશનના ઇઝરાયેલ પ્રવાસના ત્રીજા દિવસે તેમણે ઇઝરાયેેલે સાયબર ક્રાઇમ ડિટેકશન, પ્રિવેન્શન અને ગુન્હા શોધનના ક્ષેત્રે વિકસાવેલી સ્ટેટ ઓફ ધ આર્ટ ક્ષમતાઓના ક્ષેત્રના તજજ્ઞ સંચાલકો સાથે બેઠક યોજી હતી અને પ્રેઝન્ટેશન અને ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું હતું.

મુખ્યમંત્રીએ ઇઝરાયેલ દ્વારા સાયબર ક્રાઇમને નાથવા વિકસાવાયેલી આ ક્ષમતાઓનો વ્યાપક વિનિયોગ ગુજરાતના સાયબર ક્રાઇમ યુનિટસમાં કરીને પ્રવર્તમાન વિશ્વમાં સાયબર ક્રાઇમના પડકારોને પહોચી વળવાની સજ્જતા કેળવવાની દિશામાં પણ વિચાર-વિમર્શ કર્યો હતો.

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે સાયબર ક્રાઇમના વધતા જતા વ્યાપને નાથવા ગુજરાતે અભિનવ પહેલ કરીને આ વર્ષે રાજ્યમાં ચાર સાયબર સેલ સ્થાપવાનો નિર્ણય કર્યો છે તેમાં પણ ઇઝરાયેલની આ વિશ્વકક્ષાની શ્રેષ્ઠ સાયબર ક્રાઇમ ડિટેક્શન-પ્રિવેન્શન-ફોરેન્સિક્સ સ્ટેટ ઓફ ધ આર્ટ ક્ષમતાઓનો ઉપયોગ કરાશે. વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, આ અભિનવ શરૂઆતથી જ ઇઝરાયેલ જેવા રાષ્ટ્રની આવી ક્ષમતાઓના વિનિયોગથી ગુજરાત દેશમાં સાયબર ક્રાઇમના પડકારોને સફળતાપૂર્વક પાર પાડવામાં માર્ગદર્શક બનશે.

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે ગુજરાતે ભારત તેમજ વિશ્વની વિવિધ સિકયુરીટી અને ઇન્વેસ્ટીગેટીવ એજન્સીસને સાયબર ક્રાઇમ સહિતની ગુનાખોરી સામે સ્કીલ્ડ તાલીમબદ્ધ મેન પાવર ઉપલબ્ધ કરાવવાના હેતુથી નવતર પહેલ રૂપે વિશ્વની પ્રથમ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી-ગુજરાત ફોરેન્સીકસ સાયન્સીસ યુનિવર્સિટી ગાંધીનગરમાં શરૂ કરી છે.

વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજન અને તેમના સ્વપ્ન સમી આ યુનિવર્સિટી ર૦૦૯માં તેમના મુખ્યમંત્રીપદ દરમિયાન ગાંધીનગરમાં સ્થાપવામાં આવી છે.

વડાપ્રધાનના આ ઇનિશિયેટિવને પીઠબળ પુરૂં પાડવાના હેતુથી ગુજરાતને સેન્ટ્રલ સ્ટેટ શેરિંગ અન્વયે ફંડ- ભંડોળ મળે છે. આ ભંડોળનો ઉપયોગ ફોરેન્સીકસ સાયન્સ યુનિવર્સિટીમાં સાયબર ક્રાઇમ ડિટેકશન અને ગુનાશોધનના વિષયોને વિશાળ ફલક આપવા માટે કરવામાં આવે છે.

ગૃહ સચિવ મનોજ અગ્રવાલ અને ગુજરાત પ્રતિનિધિમંડળના અધિકારીઓ આ વેળાએ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.

Related Stories

error: Content is protected !!