ગુજરાતમાં યહૂદીઓને ધાર્મિક લઘુમતિનો દરજ્જો આપવાનો મુખ્યમંત્રી રૂપાણીનો નિર્ણય

ઇઝરાયેલ: મુખ્યમંત્રી વિજય રૂપાણી ઇઝરાયેલના 6 દિવસના પ્રવાસે છે. આજે (ગુરુવારે) પ્રવાસના બીજા દિવસે તેમણે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ રૂપાણીએ ગુજરાતમાં યહૂદીઓને ધાર્મિક લઘુમતિનો દરજ્જો
આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે.

ગુજરાત સરકાર આ સંદર્ભમાં ત્વરાએ નોટીફિકેશન બહાર પાડશે તેવો નિર્દેશ મુખ્યમંત્રીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહૂ સાથેની મુલાકાતમાં આપ્યો હતો.

Related Stories

error: Content is protected !!