ગોડાઉનમાં રાખવામાં આવેલા વિવિધ કૃષિપાકોનો નિકાલ કરવા માટે મુખ્યમંત્રીએ કરી તાકીદ

ગાંધીનગર: ગુજરાતમાં રાજકોટ, ગોંડલ સહિત વિવિધ સ્થળોએ મગફળી સહિતના  કૃષિપાકો ભરેલા ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નિવાસસ્થાને નાફેડ, ગુજકોમાસોલ, ગુજકોટ સાથે મંગળવારે ઉચ્ચકક્ષાની બેઠક યોજી આ સંસ્થાઓને મગફળી સહિતનાં પાકોનો એક મહિનામાં નિકાલ કરવા અને ગોડાઉનોને ખાલી કરવા તાકીદ કરી હતી.

બેઠકમાં જણાવાયું હતું કે, રાજ્ય સરકારની માલિકીનાં ઉપરોક્ત વિવિધ એજન્સીઓના તેમજ ભાડે મેળવાયેલા કુલ ગોડાઉનોમાં 30 લાખ ટન જેટલો માલ ભરવાની ક્ષમતા છે, ગોડાઉનમાં રાખવામાં આવેલા અનાજ કરતા મગફળી 3 ગણી વધુ જગ્યા રોકે છે.   અનાજની 100 કિલોની એક બોરી સામે મગફળીની એક બોરી 35 કિલોની હોય છે.  હાલ ગોડાઉનમાં ગયા વર્ષની આશરે 78  હજાર ટન મગફળી તથા ચાલુ વર્ષે ખરીદાયેલી 8.37 લાખ ટન મગફળી રાખવામાં આવી છે, ઉપરાંત ૨થી ૩ લાખ ટન જેટલી તુવેર, અડદ તેમજ અન્ય ખાદ્ય પદાર્થનો જથ્થો રાખવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, નાફેડ તથા ગુજકોમાસોલ તાત્કાલિક તેમના ગોડાઉનોમાંથી માલનો નિકાલ કરે. કારણ કે, છાશવારે ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાથી સરકારની ભારે બદનામી થઈ રહી છે.

error: Content is protected !!