નાના ખેડૂતોના હિતમાં સમગ્ર રાજ્યમાં રવિવારી શાક માર્કેટ શરૂ કરવા મુખ્યમંત્રીનું સૂચન

ગાંધીનગર: પ્રાંતિજના વદરાડ ગામ ખાતે આવેલ સેન્ટર ઓફ એકસલન્સ ફોર વેજીટેબલ્સની મુલાકાત દરમિયાન આગામી સમયમાં રાજયના મહાનગરો સહિત વિવિધ વિસ્તારમાં રવિવારી શાક માર્કેટ શરૂ કરવાનું સુવ્યસ્થિત આયોજન કરવા કૃષિ વિભાગના
સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીએસૂચન કર્યુ હતું.

વદરાડના સેન્ટર ઓફ એકસલન્સ ફોર વેજીટેબલ્સની મુલાકાત દરમિયાન રાજયના મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. ખેડૂતોએ આ વેળાએ મુખ્યમંત્રીને રવિવારી શાક માર્કેટ પૂન: શરૂ કરવા વ્યકત કરેલી લાગણીનો પ્રતિસાદ આપતાં આપીને ટૂંક સમયમાં આ માર્કેટનો આરંભ કરવા ધરપત આપી હતી અને સબંધિત અધિકારીઓને આ દિશામાં સુચારૂ આ યોજન કરવા સૂચન કર્યુ હતું.

વિજય રૂપાણીને ખેડૂતોએ કહ્યું હતું કે, આ સેન્ટર ફોર એકસલન્સ ફોર વેજીટેબલ્સનો લાભ પ્રાંતિજ, ઇડર, વડાલી, બાયડ અને ગાંધીનગરના ખેડૂતો સારી લઇ પોતાની આવકમાં વધારો કરી રહયાં છે. સેન્ટર ફોર એકસલન્સમાં અપાતી તાલીમથી ખેડૂતોએ સંતોષ પણ વ્યકત કર્યો હતો.

કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે માહિતી આપતાં કહ્યું હતું કે હાલમાં ૧૨ લાખ ધરૂ ઉગાડી શકવાની ક્ષમતા છે તે ઉપરાંત કચ્છ ખાતે પણ આ પ્રકારનું એકસલન્સ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમણે ભવિષ્યના આયોજનથી પણ મુખ્યમંત્રીને
માહિતગાર કર્યા હતા.

બાગાયત અધિકારી જે.કે.પટેલે એકસલન્સ સેન્ટરમાં પ્લગ નર્સરીમાં ઉત્પાદન કરવામાં આવતા ધરૂ અને ખેડૂતો પોતાની જમીનમાં ધરૂ ઉગાડે છે, તેની વચ્ચેના ભેદની અને પ્લગ નર્સરીમાં ઉગતા ધરૂથી ખેડૂતોને પાક કેમ વધારે મળે છે તેની વિસ્તૃત માહિતી આપી હતી.

error: Content is protected !!