ભારત-જાપાનની મિત્રતાને લઇ ચીન બન્યું બેબાકળું

બેઇજીંગ: તાજેતરમાં જ જાપાનના વડાપ્રધાન શિંજો એબેના ભારતીય પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મિત્રતાથી ચીન ચીડાયું છે.

ચીનનાં સરકારી મુખપત્ર મનાતાં ગ્લોબલ ટાઈમ્સના લેખમાં જાપાન પર ભારતને ગુમરાહ કરી રહ્યું છે, તેવો આક્ષેપ કરાયો છે. આ લેખ વધુમાં એવો આક્ષેપ પણ કરે છે કે જાપાન ચીન સામે મુકાબલો કરવા માટે ભારતનો ઉપયોગ કરી રહ્યું છે.

જાપાન સીધેસીધો ડ્રેગન સામે જંગ છેડી શકે તેમ નથી. તેવો દાવો ચીની અખબારે કર્યો છે. ગ્લોબલ ટાઈમ્સ દ્વારા ચીને ભારત પર નિશાન સાધ્યું છે.

લેખમાં એવા પ્રહારો કરાયા છે કે, ભારત ભલે એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન બનાવી રહ્યું હોય પરંતુ ભારતના મોટાભાગના શહેરોમાં હજુ રસ્તા પણ ગંદા પાટા જેવા છે. ચાઈના વેસ્ટ નોર્મલ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઈન્ડિયન સ્ટડીઝના ડાયરેક્ટર લોંગ શિંગચુને લખેલા લેખમાં આબે અમેરિકા સાથે ભળેલા છે અને ભારતને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવા આક્ષેપ કરાયા છે.

error: Content is protected !!