અમદાવાદ: ‘લવ-જેહાદ’ની વિરુદ્ધમાં નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

અમદાવાદ, દેશગુજરાત: અમદાવાદના પૂર્વ ભાગમાં આજે (રવિવારે) ‘લવ-જેહાદ’ની વિરુદ્ધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક ઉંમરની મહિલા અને પુરુષો મોટી સંખ્યામાં જોડાયા હતા.

મણિનગર વિસ્તારમાં હિન્દુ જાગરણ મંચ દ્વારા યોજાયેલી રેલીમાં જોડાયેલા લોકોએ ‘લવ-જેહાદ’ની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ ‘લવ જેહાદ’ની વિરુદ્ધમાં જાગૃતિ ફેલાવતા બેનરો સાથે રેલી નીકળી હતી.

સૌરાષ્ટ્ર પટેલ મંચ સહિત વિવિધ અન્ય સંગઠનોએ પણ આ રેલીને સમર્થન આપ્યું હતું અને રેલીમાં જોડાયા હતા.

રેલીમાં જોડાયેલઈ મહિલાએ કહ્યું કે,  “લવ-જેહાદ એક મોટું ષડ્યંત્ર છે અને નિર્દોષ હિન્દૂ કન્યાઓને તે વિશે વાકેફ થવું જોઈએ. જેથી તેઓ જેહાદી તત્વોનો શિકાર બની નહીં. આવા લોકો સુંદર હિન્દુ સંસ્કૃતિનો નાશ કરવા માટે તેમના ષડયંત્રને અંજામ આપતા હોય છે.”

“લવ-જેહાદ એક કાવતરું છે, બહેનોને સાવચેત રહો”નું કાર્ડ લઈને રેલીમાં જોડાયેલી મહિલાએ કહ્યું કે,  “હિન્દુ છોકરીઓએ આ ષડયંત્ર અંગે સત્ય જાણવું હવે ખુબ જરૂરી થઇ ગયું છે.” તેમણે ઉમેર્યું કે, “આપણી છોકરીઓ જિહાદી દ્વારા ગંદા મનથી ગોઠવવામાં આવેલા છટકાંમાં ફસાઈ જાય છે, સમાજમાં તે વિશે વધુ જાગૃતિ હોવી જોઈએ. અમે તેને ટેકો આપવા માટે અહીં આવ્યા છીએ.”

error: Content is protected !!