અમદાવાદમાં નવા ઝોનના ઉમેરા સાથે શહેર 7 ઝોનમાં વહેંચાશે

અમદાવાદઃ  અમદાવાદ શહેરમાં વધુ એક નવા ઝોનનો ઉમેરો થશે. નવા પશ્ચિમ ઝોનને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. નવા પશ્ચિમ ઝોન-1માં સરખેજ, મકતમપુરા, જોધપુર, વેજલપુર અને નવા પશ્ચિમ ઝોન-2માં બોડકદેવ, થલતેજ, ગોતા અને ઘાટલોડિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ અમદાવાદ શહેરની 6 ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે. પરંતુ શહેરનાં વસ્તી અને વિસ્તારને આધારે અમદાવાદ મહાનગરપાલિકા નવા ઝોન પણ બનાવવામાં આવ્યાં છે.  નવો પશ્ચિમ વિસ્તાર 153 કિમી જેટલો લાંબો છે. જે કારણોસર એએમસીને વહીવટમાં અગવડતા પડી રહી છે. જેને લઈને વહીવટી સરળતા માટે આ નિર્ણય લેવાયો છે. શહેરમાં નવા ઝોનની સાથે નવા સંકુલ સાથે નવા ડે.કમિશનર અને ઓફિસ સ્ટાફની પણ નિમણૂંક કરાશે.

error: Content is protected !!