દિલ્હી: હોબાળા વચ્ચે મુખ્યમંત્રી કેજરીવાલે સિગ્નેચર બ્રિજનું કર્યું ઉદ્ઘાટન, ભાજપ સાંસદ મનોજ તિવારી અને પોલીસ વચ્ચે ઘર્ષણ

નવી દિલ્હી: દિલ્હીવાસીઓ 14 વર્ષથી જેની રાહ જોઈ રહ્યા હતા તે સિગનેચર બ્રિજનું આજે (રવિવાર) દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકાર્પણ કર્યું હતું. વજીરાબાદમાં યમુના નદી પર બનેલ આ 8 લેનવાળા બ્રિજનું ઉદ્ઘાટન થતાની સાથે જ આવતીકાલ (સોમવાર)થી બ્રિજ પર વાહનની અવરજવર પણ શરુ થઇ જશે. આ બ્રિજ શરૂ થવાથી લોકોને ટ્રાફિકમાંથી પણ મોટી રાહત મળશે.

બીજીતરફ બ્રિજનાં ઉદ્ઘાટન અંગે દિલ્હી સરકારે આમંત્રણ ન આપ્યું હોવા છતાં પણ ભાજપ સાંસદ મનોજ તિવારી ઉદ્ઘાટન સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, તિવારીને ઉદ્ઘાટન સ્થળ પર જતા રોકવાની કોશિશ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને તિવારી વચ્ચે ભારે ધક્કામુક્કી થતી જોવા મળી હતી.

તિવારીએ કહ્યું કે,”મેં બ્રિજનાં નિર્માણને ફરી વાર શરૂ કરાવ્યું હતું અને હવે અરવિંદ કેજરીવાલ ઉદ્ઘાટન સમારોહ આયોજિત કરી રહ્યાં છે. મને ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યાં હતાં જ્યારે હું અહીંયાથી સાંસદ છું. એવામાં સમસ્યા શું છે? શું હું કોઇ ગુનેગાર છું? પોલીસે મને કેમ ઘેરી લીધો? હું અહીંયાં તેમનું સ્વાગત કરવા માટે આવ્યો છું. આમ આદમી પાર્ટી અને પોલીસે મારી સાથે દુર્વ્યવહાર કર્યો છે.” તેમણે  ઉમેર્યું કે, ”પોલીસનાં જે લોકોએ મારી સાથે ધક્કા-મુક્કી કરી છે તેઓની જરૂરથી ઓળખ કરવામાં આવશે. હું આ દરેકને 4 દિવસમાં દેખાડી દઇશ કે પોલીસ શું હોય છે.”

બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા દિલીપ પાંડેયે કહ્યું કે, “ઉદ્ઘાટન સ્થળ પર હજારો લોક નિમંત્રણ વગર આવ્યા છે. જો કે મનોજ તિવારી પોતાની જાતને અહીં વીઆઇપી સમજી રહ્યા છે. તેઓ અહીં ગુંડાગીરી કરી રહ્યા છે.” વધુમાં કહ્યું કે, “ભાજપના લોકોએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને માર્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.

error: Content is protected !!