કર્ણાટક: 117 ધારાસભ્યોનાં સમર્થન સાથે મુખ્યમંત્રી કુમારસ્વામીએ સાબિત કરી બહુમતી

બેંગ્લોર : કર્ણાટકનાં મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ આજે (શુક્રવારે) વિધાનસભામાં 117 ધારાસભ્યોનાં સમર્થનની સાથે બહુમતી સાબિત કરી હતી.

ત્રણ દિવસ જુની કોંગ્રેસ જેડીએસ સરકારની તરફથી વિધાનસભામાં શુક્રવારે વિશ્વાસમત્તનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો. જોકે, કુમાર સ્વામીએ વિશ્વાસમત્ત રજુ કરતા જ ભાજપે સદનમાંથી વોકઆઉટ કર્યું હતું. જે બાદ ધ્વનિમતથી બહુમતીનો પ્રસ્તાવ પાસ થયો હતો.

ભાજપનાં નેતા બી.એસ. યેદિયુરપ્પાએ સદનમાં કહ્યું કે, “જો કુમારસ્વામી ખેડૂતોનું દેવું માફ નહીં કરે તો અમે 28મેએ સમગ્ર રાજ્યમાં બંધનું આહ્વાન કરીશું.”

ઉલ્લેખનીય છે કે, કુમારસ્વામીએ બુધવારે રાજ્યનાં મુખ્યમંત્રી પદનાં શપથ  લીધા હતા.

બીજી બાજુ વિધાનસભામાં ભાજપે અંતિમ સમયમાં સ્પીકર માટે પોતાના ઉમેદવારનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્યારબાદ કોંગ્રેસના રમેશ કુમારને સર્વસહમતિથી સ્પીકર તરીકે પસંદ કરાયા હતા.

error: Content is protected !!