મુખ્યમંત્રી રૂપાણીએ અક્ષય કુમાર સાથે નિહાળી ‘પેડમેન’

અમદાવાદ:  9મી ફેબ્રુઆરીએ રીલીઝ થનારી આવનારી ફિલ્મ પેડમેનના પ્રચાર માટે બૉલીવુડ અભિનેતા અક્ષયકુમાર અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અક્ષય કુમારે રાણીપ વિસ્તારમાં આવેલા પીવીઆર સિનેમામાં પેડમેન ફિલ્મ નિહાળી હતી.

21મી સદીમાં પણ આજે ભારત દેશમાં યુવતીઓ અને મહિલાઓ સેનેટરી પેડ વિશે વાત કરતા ખચકાટ અનુભવે છે અને દેશની મોટાભાગની મહિલા માસિક સ્ત્રાવ સમયે પેડનો ઉપયોગ કરતી નથી. આ બે મુદ્દાને ટાંકીને ફિલ્મ બનાવવામાં આવી છે. અક્ષયકુમારે એવો પણ દાવો કર્યો છે કે, ગુજરાતની મહિલાઓ આ ફિલ્મ જોયા બાદ ખુલ્લા મને સેનેટરી પેડ અને માસિકસ્ત્રાવ વિશે પોતાના પરિવાર સાથે વાત કરશે.

રૂપાણીએ કહ્યું કે, સેનેટરી પેડના ઉપયોગથી માતા-બહેનોની તંદુરસ્તી જળવાય તો રાષ્ટ્ર-રાજ્યની પણ તંદુરસ્તી સ્વાસ્થ્ય જળવાય તેવા સામાજીક જાગૃતિના વિષયને લઇને રિલીઝ થઇ રહેલી આ ફિલ્મ મહિલા સશકિતકરણની આગવી મિશાલ બનશે. મુખ્યમંત્રીએ ગુજરાતે તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં મહિલા સ્વાસ્થ્ય-બાળ આરોગ્ય કલ્યાણ ક્ષેત્રે અલાયદો વિભાગ શરૂ કરવાની કરેલી પહેલની ભુમિકા આપતાં કહ્યું કે, ગુજરાતમાં ૧૦૦ ટકા માતા-બહેનો- દિકરીઓ સેનેટરી પેડનો ઉપયોગ કરે તે માટે સરકાર-સમાજ અને સેવાભાવી સંગઠનો સાથે મળીને અવશ્ય પ્રયત્ન કરશે.

મુખ્યમંત્રી રૂપાણીએ પણ ગુજરાતની મહિલાઓને સેનેટરી પેડ વિશે જનજાગૃતિ લાવવાની હાંકલ કરી અને સાથે સાથે અક્ષયકુમારને ખાતરી અપાવી કે ગુજરાતની મહિલાઓમાં પણ સેનેટરી પેડ વિશે જાગૃતિ આવે તેવા પ્રયાસો સરકાર કરશે. આ સાથે જ ગુજરાતમાં પેડમેન કરમુક્ત કરવા અંગેની વિચારણા કરવા પણ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું.આ સાથે જ મુખ્યમંત્રી રૂપાણીએ અક્ષય કુમાર સાથે બેસીને આ ફિલ્મ જોયા બાદ ટ્વીટ કરી હતી.

 Cinema is a medium of mass infotainment and does have a great influence in inculcating new values in people.
Movies have a great instructional force which can be used intelligently to shape & educate the human mind.
Watched #PadMan with @akshaykumar in Ahmedabad. pic.twitter.com/l51xn0U9kx

error: Content is protected !!