આ દિવાળી પર ભગવાન રામના નામે એક દીવો પ્રગટાવો, રામ મંદિરનું કામ ટૂંક સમયમાં શરુ થશે : યોગી આદિત્યનાથ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઈકાલે (શનિવાર) રાજસ્થાનમાં ચૂંટણી રેલીમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, રામ મંદિર નિર્માણનું કામ જલ્દીથી શરૂ થશે. આ સાથે જ તેમણે દેશભરની જનતાને અપીલ કરી હતી કે, રામ મંદિર નિર્માણને માટે દરેક લોકો 6 નવેમ્બરે પોતાનાં ઘરોમાં પ્રભુ શ્રીરામનાં નામે એક દીપક પ્રગટાવશે.

રાજસ્થાનનાં બીકાનેરમાં આ ચૂંટણી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગીએ કહ્યું કે, “ધર્મસ્થળ ઉપાસનાનાં નહીં, પરંતુ રાષ્ટ્રીય એકાત્મકતાનાં પણ સ્થળ છે અને પ્રત્યેક નાગરિકને માટે ધર્મસ્થળ ખુલ્લા રાખવા જોઇએ. આ આજનાં સમયની ખાસ જરૂરિયાત છે. નાથ સંપ્રદાય પરંપરાએ પણ સમાજને નવી દિશા દેવામાં ખૂબ મોટી ભૂમિકા નિભાવી છે. મહાપુરૂષોનાં જીવનને ઉદાહરણીય છે અને ભગવાન શ્રીરામનું જીવન આદર્શમય રહ્યું છે.”

ઉલ્લેખનીય છે કે, રેલીમાં હાજર સ્થાનિકો જ્યારે “જય શ્રી રામ”નો ઉદઘોષ કરી રહી હતી તે સમયે યોગીએ કહ્યું કે, “રામનાં નામ પર આપની શું ઇચ્છા છે, તે હું જાણું છું. આપની ભાવનાઓ સાકાર રૂપ લે. આનાં માટે દેશભરમાં પ્રત્યેક ઘરમાં છ નવેમ્બરનાં રોજ રામ નામનો એક દીવો પ્રગટવો જોઇએ.” તેમણે ઉમેર્યું કે, દિવાળી બાદમાં આ કામ શરૂ કરવામાં આવશે.”

નોંધનીય છે કે, યોગીએ બીકાનેરમાં શ્રીનવલેશ્વર મઠ સિદ્ધપીઠમાં યોગી શ્રીમત્સ્યેન્દ્રનાથ, યોગી ગુરૂ ગોરક્ષનાથ અને ભગવાન આદિત્યદેવની પ્રતિમાઓનું અનાવરણ કર્યું હતું.

error: Content is protected !!