રાજ્યમાં ઠંડીનો ચમકારો, ગાઢ ધુમ્મ્સ સાથે અનેક જિલ્લામાં તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું

ગાંધીનગર :રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઠંડીએ ચમકારો કરતા લોકો ધ્રુજી ઉઠ્યા છે. રાજ્યભરમાં શીતલહેર ફરી વળતાં લોકોની દિનચર્યાને પણ અસર પહોંચી રહી છે. બે દિવસથી ઠંડી વધતાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સૂમસામ માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે હાડ થીજાવતી ઠંડીમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અને

રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવતા લોકોએ છેલ્લા એક વર્ષથી તિજોરીમાં મૂકી દીધેલા ગરમ કપડાં બહાર કાઢવાની ફરજ પડી છે. સંગે ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળે છે. ગાઢ ધુમ્મ્સને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડતી હોવાનું સામે આવ્યું છે.

રાજ્યમાં અમદાવાદ સહિત અનેક જિલ્લામાં 16 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. નલિયામાં 11.8 ડિગ્રી, બનાસકાંઠામાં 13.8 ડિગ્રી, ગાંધીનગરમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે જ્યારે અમદાવાદમાં 15.4 ડિગ્રી, રાજકોટમાં 15.6 ડિગ્રી અને વડોદરામાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે.

error: Content is protected !!