બહુરંગી અથાણું

સામગ્રી :

ફૂલકોબી : દોઢ કિલો
ગાજર : ૧ કિલો
શલગમ : ૧ કિલો
મીઠું : સ્‍વાદ મુજબ
સરકો : ૩ લિટર
લવિંગ : ૨૫ ગ્રામ
મેથી : ૩૦ ગ્રામ
તેલ : ૬૦ ગ્રામ
આમલી : ૧૦૦ ગ્રામ
ગોળ : ૭૫ ગ્રામ
મરચાં : ૨૫૦ ગ્રામ
આદું : ૨૫૦ ગ્રામ
લીલા વટાણા : ૧ કિલો

બનાવવાની રીત :

સૌ પહેલાં સરકામાં આમલી પલાળી દો. શાકભાજી ધોઇને તેના પ્રમાણસર ટુકડા કરી લો. આદું, મરચાં, લવિંગ, મેથી બધાંને પીસી લો. તેલ ગરમ કરો અને નીચે ઉતારી લો. બધાં મસાલા અને ગોળ ભેળવી દો. તેને હલાવો અને પાણી નાંખીને ચડવા દો. પછી તેને નીચે ઉતારી લઇને સરકાવાળી આમલી નાખો. બરણીમાં ભરીને થોડા દિવસ સુધી તેને તડકો આપો. આ એક સ્‍વાદિષ્‍ટ વિવિધ શાકભાજીનું બહુરંગી અથાણું છે. તે પૂરી, પરોઠા, રોટલી સાથે ખાઇ શકાય છે

error: Content is protected !!