નરેન્દ્ર મોદીના ચિંતન પ્રવાહમાંથી તૈયાર કરવામાં આવેલાં પુસ્તક-‘ડૉ. બાબાસાહેબ આંબેડકર: વ્યક્તિ નહી, સંકલ્પ’નું વિમોચન કરાશે

નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિંતન પ્રવાહમાંથી તૈયાર કરવામાં આવેલાં  ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર: વ્યક્તિ નહી, સંકલ્પ’ પુસ્તકનું વિમોચન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 127 મી જન્મ જયંતિના શુભ અવસરે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, ઉપરાષ્ટ્રપતિ વૈંકયાજી નાયડુની ગરિમામય ઉપસ્થિતિમાં દરબાર હોલ, રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી ખાતે  14 એપ્રિલ 2018, શનિવાર સવારે ૧૧ વાગે કરવામાં આવશે. ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર: વ્યક્તિ નહી, સંકલ્પ’ પુસ્તકનું સંપાદન કિશોર મકવાણાએ કર્યું છે, ‘સંવેદના પબ્લિકેશન’ દ્વારા  પ્રકાશિત કરવામાં આવ્યું છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન-વિચાર અને એમના ઉદ્દેશ્યને  સમજવામાં ખૂબ ઉપયોગી  થાય એ પ્રકારનું આ પુસ્તક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના સમગ્રજીવન દર્શનને વ્યક્ત કર્યું છે. બાબાસાહેબનું સમગ્રવ્યક્તિત્વ વૈશ્વિક હતું. અસ્પૃશ્યતા જેવા સામાજિક દુષણોસામે સંઘર્ષ કરતી વખતે પણ તેમની સામે રાષ્ટ્રનું હિત હતું.શિક્ષણ, વિદેશનીતિ કૃષિ, મજદૂર, ઉદ્યોગનીતિ તેમજ આર્થિકબાબતો અંગેના બાબાસાહેબના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે એને નરેન્દ્ર મોદીએ આ પુસ્તકમાં
પોતાના વિચારો દ્વારા ખૂબ  વિશદ રીતે સમજાવ્યું છે. બાબાસાહેબનાવિસ્તૃત જીવન દર્શન ઉપરાંત બાબાસાહેબના વિચારોનાઅધિકૃત  ક્વોટેશન તેમજ ઉત્કૃષ્ટ કાગળ, પ્રીંન્ટીંગ તેમજ કલરફૂલ ફોટાગ્રાફ્સથી આખું પુસ્તક સમૃદ્ધ છે.

error: Content is protected !!