લોકરક્ષકની પરીક્ષાનું પેપરલીક થવાની ઘટનામાં મહિલા, પીએસઆઇ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ

અમદાવાદ: પોલીસ લોકરક્ષક દળની પરીક્ષાનું ગઈકાલે (રવિવારે) પેપર લીક થતા જ પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. જે બાદ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્રો પર પહોંચેલા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો અને સાથે જ રાજકીય આક્ષેપો પણ શરુ થઇ ગયા હતા. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેપરલીકની ઘટનામાં ગૃહ વિભાગને તપાસનો આદેશ આપ્યો હતો. જે બાદ તપાસનો ધમધમાટ ચલાવવામાં આવતા આ ઘટનામાં મહિલા તેમજ પીએસઆઇ સહિત પાંચ લોકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર વડોદરા મહાનગરપાલિકામાં સેનેટરી વિભાગમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા યશપાલસિંહ સોલંકી હોવાનું સામે આવ્યું છે.  યશપાલ દિલ્હીથી આ પેપરની આન્સર કી (જવાબ વહી) લઈને આવ્યો હતો અને ઉમેદવારદીઠ 5 લાખ રૂપિયામાં આ આન્સર કી વેચી હતી. ગાંધીનગર પોલીસે આ મામલે ગાંધીનગરના પીએસઆઇ સહિત 5 લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે બનાસકાંઠાના એદ્રાણાના ભાજપના અગ્રણી મુકેશ ચૌધરી, વાવના મનહર પટેલ તેમજ અરવલ્લીના અરજણ પટેલની ધરપકડ પણ કરી છે.

Related Stories

error: Content is protected !!