કોંગ્રેસ પણ 14 નવેમ્બરથી શરુ કરશે ઘરે-ઘરે પ્રચાર

અમદાવાદ, દેશગુજરાત: ગુજરાત ભાજપે મંગળવારથી શરુ કરેલા ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન અંતર્ગત મતદારોના ઘરે-ઘરે જઈને ચૂંટણી પ્રચાર કરવામાં આવશે. ભાજપનું આ ભયાન 7થી 12 નવેમ્બર સુધી ચાલશે જે બાદ 14 નવેમ્બરથી મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પણ રાજ્યમાં એક કરોડ ઘરો સુધી સમાન અભિયાન શરૂ કરશે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ  ભરતસિંહ સોલંકીએ કેહ્યું હતું કે, 14 નવેમ્બરથી શરુ થનાર આ અભિયાન 15 દિવસ સુધી ચાલશે.

‘અભિયાન એ.આઈ.સી.સી.ના મહાસચિવ અને રાજ્યના ઇન્ચાર્જ અશોક ગેહલોતના  માર્ગદર્શન હેઠળ ચાલશે. અમે લોકોને મળીએ છીએ અને તેમને અમારા પત્રિકાઓ ઉપર વિવિધ મુદ્દાઓ પર અમારા સ્ટેન્ડને સમજાવીએ અને અમારા ઢંઢેરામાં સમાવિષ્ટ કરવા માટે મુદ્દાઓ અને અન્ય બાબતો વિશે સલાહ પણ લઈશું,’ તેમ તેમણે જણાવ્યું હતું.

error: Content is protected !!