વિરોધ પક્ષના નેતાના મતવિસ્તારમાં કોંગ્રેસને ઉમેદવાર પણ ન મળ્યો: ગુજરાત ભાજપ

 ગાંધીનગર:  જીલ્લા પંચાયત-તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીના ફોર્મ ભરવાના આજે (ગુરુવારે) અંતિમ દિવસે અમરેલી જીલ્લાની બાબરા તાલુકા પંચાયતની ઉંટવડની અનુસૂચિત જનજાતિ બેઠકના ભાજપાના ઉમેદવાર રતીબેન ખૂંટ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોવાનું આજે ગુજરાત ભાજપે કહ્યું હતું. કોંગ્રેસને આ બેઠકમાટે ઉમેદવાર પણ મળ્યા ન હતા.  ઉલ્લેખનીય છે કે, અગાઉ અમરેલી જીલ્લાની જાફરાબાદ નગરપાલિકામાં 28માંથી 28 બેઠકો પર ભાજપા બિનહરીફ થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીનો મતવિસ્તાર અમરેલી છે.

error: Content is protected !!