કોંગ્રેસે દેશમાં કટોકટી નાંખી હતી, આજે આખી કોંગ્રેસ કટોકટીમાં છે: ભરત પંડ્યા

ગાંધીનગર:  ભાજપાના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આજે (મંગળવારે) કોંગ્રેસના રાજીનામા ઉપર પ્રતિક્રિયા આપતાં કહ્યું
હતું કે કોંગ્રેસનો આ આંતરીક મામલો છે. કોંગ્રેસે દેશમાં કટોકટી નાંખી હતી અને આજે કોંગ્રેસમાં કટોકટી છે.

હાથનાં કર્યા હૈયે વાગી રહ્યાં છે. એક પછી એક રાજીનામા અને નારાજગી બહાર આવી રહી છે. કોંગ્રેસમાં રહેલી જુથબંધીની પરાકાષ્ટાનું પ્રદર્શન છે. કોંગ્રેસની વિચારધારા, નેતૃત્વ અને કાર્યપધ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. કોંગ્રેસની વેરઝેરની રાજનીતિને સંસદમાં અને તમામ રાજ્યોમાં પ્રજાએ જાકારો આપ્યો છે. હવે કોંગ્રેસની અંદરોઅંદર રહેલી જુથબંધીને કારણે તેનાં પ્રદેશ નેતાઓ, કાર્યકર્તાઓ જાકારો આપી રહ્યાં છે.

તાજેતરમાં કોંગ્રેસે ૫ જીલ્લા પંચાયત અને ૨૮ જેટલી તાલુકા પંચાયતો ગુમાવી છે. ગાંધીજીએ આઝાદી પછી કોંગ્રેસને વિખેરી નાંખવાનું કહ્યું હતું. પણ કોંગ્રેસનાં નેતાઓ તે સમયે માન્યાં ન હતાં. પછી નરેન્દ્ર મોદીની આગેવાની અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં દેશની જનતાએ કેન્દ્રમાં અનેક રાજયોમાં સત્તામાંથી દૂર કરીને કોંગ્રેસને વિખેરી નાંખી. હવે બીજા તબક્કામાં કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસને વિખેરી નાંખવાનું કામ કરી રહ્યાં છે. અમારા કરતાં કોંગ્રેસનાં આંતરીક મામલામાં કોંગ્રેસ જ વધુ જવાબ
આપી શકશે, તેમ પંડયાએ કહ્યું હતું.

error: Content is protected !!