કોંગ્રેસ આખીયે પાગલપનનો અને વિકાસ વિરોધી રોગનો શિકાર બની છે : નીતીન પટેલ

ગાંધીનગર: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કરમસદથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં નીકળેલી ગૌરવ યાત્રા બુધવારે સિદ્ધપુર, ખેરાલુ, વડગામ, પાલનપુર દાંતીવાડા, ધાનેરા અને ડીસામાં જનાતાજનાર્દનનો અભૂતપૂર્વ પ્રતિસાદ ઝીલતી આગળ વધી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રજાએ આપેલા અપૂર્વ પ્રેમ, સન્માન સામે નતમસ્તક થઇને પ્રજાનો આભાર પ્રગટ કરતા કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ જયારે લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિકાસ પુરુષ તરીકે નિહાળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં જે વિકાસની કેડી  નરેન્દ્રભાઈ મોદી કંડારી ગયા છે તેની ઉપર આગળ વધીને ગુજરાતમાં છેલ્લા બે દાયકાના ભાજપના શાસનમાં પછાત જીલ્લામાં માળખાકીય સુવિધાઓમાં વધારો કરીને તેને વિકસિત જીલ્લામાં પરિવર્તિત કર્યા છે, ૧૪૦૦ કરોડ ગરીબ કલ્યાણ મેળામાં વાપરીને ગરીબોને આજીવિકાનું સાધન ઉભું કરવામાં ભાજપની સંવેદનશીલ સરકાર હમેશા તત્પર રહી છે.

તેઓએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા હતું કે, કોંગ્રેસીઓની મહિલાઓ માટે કેવી દ્રષ્ટી છે તે રાહુલબાબાના મંગળવારે મહિલાઓ માટેના કરાયેલ નિંદનીય નિવેદનથી દેશની તમામ મહિલાઓ સમક્ષ કોંગ્રેસે તેનું પોત પ્રકાશયું છે. ભાજપાએ મહિલાઓ માટે નારી અદાલત, સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીમાં ૫૦ ટકા અનામત, સરકારી નોકરીમાં મહિલા અનામત આપી મહિલાઓના સ્વમાન અને સર્વાંગી વિકાસની ચિતા કરી છે. ભાજપના સંસ્કાર પ્રમાણે મહિલા સશક્તિકરણ માટેના સાચા નિર્ણયો ભાજપા સરકારે અમલમાં મૂક્યા છે. આવી મહિલાઓના અપમાન કરતી કોંગ્રેસને રાજ્યની તમામ મહિલાઓ ૨૦૧૭ની વિધાનસભાની ચુટણીઓમાં ભોય ભેગી કરશે તેવો
વિશ્વાસ રૂપાણીએ વ્યક્ત કાર્યો હતો. ગૌરવ યાત્રાના સુકાની નીતિન પટેલે જાહેરસભાઓને સંભોધતાં કહ્યું કે, ભાજપની વિકાસ માટેની
કટીબદ્ધતાને કારણે અને લોકહદયમાં નરેન્દ્ર મોદી અને કમળમાં મુકેલા વિશ્વાસને કારણે વિશાળ જનસમુદાય યાત્રાના સ્વાગત અને
સન્માનમાં ઉમટી પડ્યો છે. નરેન્દ્રભાઈ મોદીના ભગીરથ પ્રયાસને કારણે નર્મદાના નીર ઉત્તર ગુજરાતના ગામડા સુધી પહોંચ્યા છે.
રાજ્યની વિવિધ યોજનાઓ થકી છેવાડાના માનવી સુધી ભાજપના વિકાસ અને પ્રજક્લાયણના કાર્યો પહોંચ્યા છે. જેમ જેમ યાત્રા આગળ
વધી રહી છે તેમ તેમ પ્રજા દ્વરા મળતા જનસમર્થનથી કોંગ્રેસ હતાશ અને માનસિક સ્થિતિ ગુમાવી ચુકી છે. કોંગ્રેસ આખીયે પાગલપનનો
અને વિકાસ વિરોધી રોગનો શિકાર બની છે.

Related Stories

error: Content is protected !!