કોંગ્રેસે વર્ષો સુધી અન્યાય કરી ઓબીસી આયોગને બંધારણીય દરજ્જાથી વંચિત રાખ્યું : ભાજપ

ગાંધીનગર: આજે (બુધવારે) ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘ કમલમ્’’ ખાતે ભાજપા ઓબીસી મોરચાના અધ્યક્ષ દિનેશ અનાવાડીયાની અધ્યક્ષતામાં ઉત્તર ઝોનની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા તથા ઉપાધ્યાક્ષ આઇ.કે.જાડેજાએ ઉપસ્થિત રહી વિશેષ માર્ગદર્શન આપ્યુ હતુ.

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપવા માટેની વર્ષો જુની માંગણી પૂરી કરી લોકસભા તેમજ રાજ્યસભામાં આ બીલ પસાર કરી ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપ્યો તેથી તેમને અભિનંદન આપતો ઠરાવ આ બેઠકમાં પસાર કરેલ હતો તેમજ ઓબીસી સમાજના ઘર-ઘર સુધી આ સંદેશ પહોચાડવા માટે ભાજપાના કાર્યકર્તાઓને આહવાન કર્યુ હતુ.

ઓબીસી સમાજને કોંગ્રેસે વર્ષો સુધી અન્યાય કરી ઓબીસી આયોગને બંધારણીય દરજ્જાથી વંચિત રાખ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકારે ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો અપાવી ઓબીસી સમાજને ન્યાય અપાવ્યો છે.

બેઠકમાં નક્કી થયેલ કાર્યક્રમો મુજબ ભાજપાના ઓબીસી મોરચા દ્વારા ભાજપાની કેન્દ્ર તથા રાજ્ય સરકારની ઓબીસી સમાજના ઉત્કર્ષ માટેની યોજનાઓનો પ્રચાર બુથ સુધીના ઓબીસી સમાજના લોકો સુધી પહોચાડી લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ અપાવવા માટે કાર્યકર્તા મધ્યસ્થી બની કાર્ય કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘‘મન કી બાત’’ કાર્યક્રમ વખતે તમામ શક્તિકેન્દ્રમાં કોઇ એક બુથ ઉપર ઓબીસી મોરચાના કાર્યકરો સામુહિકતામાં આ કાર્યક્રમ સાંભળશે તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ તમામ ગામોમાં ઓબીસી મોરચા દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ગઇકાલે સમગ્ર ગુજરાતમાં જીલ્લા તથા તાલુકા મથકે ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો મળવાની ખુશીમાં ઓબીસી મોરચા દ્વારા આતશબાજી કરી મીઠાઇ વહેચી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આજરોજ પ્રદેશ ભાજપા કાર્યાલય કમલમ્ ખાતે ઓબીસી મોરચાની બેઠક પૂર્ણ થયા બાદ આતશબાજી કરી મીઠાઇ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી. આ બેઠકમાં મોરચાના પ્રદેશ મહામંત્રીઓ
તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!