ઈવીએમ વિવાદ પર કોંગ્રેસને સુપ્રીમ કોર્ટની ફટકાર, અરજી રદ્દ

નવી દિલ્હી, દેશગુજરાત: આગામી 18 ડિસેમ્બરે ગુજરાત અને હિઅમાંચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. એક્ઝિટ પોલમાં બંને રાજ્યોમાં ભાજપની સરકાર બનવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરિણામ પહેલા ચૂંટણીમાં ઈવીએમ અને વીવીપીએટીને લઈને કોંગ્રેસે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કોંગ્રેસે માગ કરી હતી કે, 25 ટકા વીવીપીએટી મતોની ગણતરી (ક્રોસ ચેકિંગ) ઈવીએમના મતો સાથે કરવામાં આવે જેના કારણે ચૂંટણીમાં નિષ્પક્ષતાને દરેકની સામે લાવી શકાય.

સુપ્રીમ કોર્ટે આ અરજીને  સુનાવણી દરમિયાન રદ્દ કરી દીધી છે. કોર્ટે કહ્યું કે, ગુજરાત કોંગ્રેસને ચૂંટણીમાં સુધારા અંગેની માગ કરતી અન્ય અરજી કરવી જોઈએ.

હકીકતમાં કોંગ્રેસ ગુજરાતની ચૂંટણીમાં ચૂંટણી પંચ સામે અગાઉ પણ સવાલો કરી ચુકી છે. ગુજરાતમાં બીજા અને અંતિમ તબક્કાના મતદાનમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી પંચ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિગત સચિવની જેમ કામ કરી રહ્યું છે. આ સાથે જ પાર્ટીએ કેટલીય જગ્યા પર ઈવીએમ બ્લ્યુટુથ સાથે સંકળાયેલું હોવાની શક્યતા અંગેની ફરિયાદ પણ પંચને કરી હતી.

error: Content is protected !!