પાટણ: કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સામે નોંધાઈ કરોડોની ઉચાપત કર્યાની ફરિયાદ

પાટણ : પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલ સામે કરોડોની ઉચાપત કર્યાની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ ફરિયાદ નોંધાવી છે. જેમાં વર્ષ 2012થી 2016 દરમિયાન એમએસઈ કોલેજની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.  તે સમયે ધારાસભ્ય કિરીટ પટેલ કોલેજના પ્રિન્સિપાલ હતા. કિરીટ પટેલ પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય છે.

કરોડોની ઉચાપતની ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સરમિયાન યુનિવર્સિટીના કુલપતિ અને પાટણના ધારાસભ્ય વચ્ચેનું કોલ્ડવૉર પણ બહાર આવ્યું છે. કારણ કે, હાલ કરોડોની ઉચાપતની સાથે કિરીટ પટેલે કુલપતિ પર બી.એડની ભરતીમાં ગરેરીતિ આચરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.

error: Content is protected !!