વડાપ્રધાન મોદીને ‘નીચ’ કહેનાર મણિશંકરને કોંગ્રેસે કર્યા સસ્પેન્ડ

નવી દિલ્હી, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘નીચ’ શબ્દનો ઉપયોગ કરનાર કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર વિવાદોમાં સપડાયા બાદ સસ્પેન્ડ થયા છે.  આ નિવેદન અંગે વડાપ્રધાન મોદી સહિતના ભાજપી નેતાએ તેની ટીકા કરવાની સાથે તેના નિવેદનને કોંગ્રેસની સંકૃતિ ગણાવી હતી. બીજી તરફ રાહુલે તેને માફી માંગવાનું કહ્યા બાદ તેમણે કહ્યું હતું કે, મને હિન્દી બહુ આવડતું નથી. તેથી, ‘નીચ’ શબ્દનો ખોટો અર્થ થતો હોય તો હું માફી માગું છું.

જોકે વડાપ્રધાન માટે આવા નિમ્ન સ્તરના શબ્દનો ઉપયોગ કરવાને લીધે સમગ્ર દિવસ દરમિયાન વિવાદ ચાલ્યો હતો. તેના નિવેદનને પગલે ચોતરફ કોંગ્રેસની ટીકા શરુ થઇ ગઈ હતી. જે બાદ મોડે મોડે સફાળી જાગેલી કોંગ્રેસે મણિશંકરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના ઇન-ચાર્જ કોમ્યુનિકેશન રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી વિરુદ્ધ ‘નિચ’ શબ્દનો ઉપયોગ કરી ટીકા કરવા બદલ કોંગ્રેસ પાર્ટીએ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી મણિશંકરને સસ્પેન્ડ કરી શોકોઝ નોટીસ પણ ફટકારી છે.

error: Content is protected !!