રાજ્યમાં ખેડૂતોના પ્રશ્‍નો બાબતે કોંગ્રેસ દ્વારા 8, 9 અને 10 જૂને વિવિધ કાર્યક્રમો, ધરણાં અને જેલ ભરો આંદોલન કરાશે

ગાંધીનગર:  રાજ્યમાં ખેડૂતોના પ્રશ્‍નો બાબતે કોંગ્રેસ દ્વારા 8, 9 અને 10 જૂને વિવિધ કાર્યક્રમો, ધરણાં અને જેલ ભરો આંદોલન કરવામાં આવશે, તેમ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું છે. ગુજરાતમાં ભાજપની સરકાર દ્રારા છેલ્લા બે દાયકામાં ખેડુતોના નામે માત્ર મોટી અને ખોટી વાતો કરવામાં આવે છે. કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતમાં કૃષિ મેળાના નાટકો ભજવાઈ રહ્યા છે. પરંતુ ખેડુતોના મુળભુત પ્રશ્નોનું નિરાકરણ કરવામાં અને ખેડુતોના હિતોનું રક્ષણ કરવામાં ગુજરાતની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે, ખેડુતોના આત્મહત્યાના બનાવો સતત બનતા રહે છે. પરંતુ સરકારની આંખ ઉઘડતી નથી રાજ્યની ભાજપ સરકાર વિભાગનું નામ બદલવાથી ખેડૂતોનું કલ્યાણ થશે તેવા ભ્રમમાં છે.

‘ખેડૂતોના ખેડૂતોનું દેવું માફ કરો, નહીં તો ભાજપની સરકારને દેશમાંથી સાફ કરો&’ આ સુત્ર સાથે સમગ્ર દેશમાં ચાલતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ, પાક વિમાનું ચુકવણું, પાક રક્ષણ અને વળતર, ખેડૂતોની દેવા માફી સહિતના મુદ્દાઓને અમો સમર્થન માટે તા. ૮ મી
જૂન ૨૦૧૮ના રોજ તાલુકા સ્‍તરે ખેડૂતોની માંગને ધ્‍યાને રાખી ધરણાં અને આવેદનપત્ર તા.૯મી જૂન ૨૦૧૮ના રોજ ખેડૂતોની માંગને સમર્થન, ધરણાં અને ઘંટારવનો કાર્યક્રમ અને તા. ૧૦મી જૂન ૨૦૧૮ના રોજ ઉપવાસ આંદોલન, રસ્‍તા રોકો આંદોલન અને જેલ ભરો આંદોલન સાથે ગામડાઓથી લઈ ગાંધીનગર સુધી કોંગ્રેસ પક્ષના આગેવાનો, ખેડૂત આગેવાનો, સામાજીક આગેવાનો, સ્‍વૈચ્‍છિક સંગઠનોને આમંત્રણ આપી ખેડૂતોની માંગ પ્રત્‍યે ઉતરશું અને ભાજપની આંધળી, મુંગી અને બહેરી સરકારને જગાડવા ઘંટારવ કાર્યક્રમની જાહેરાત કરીશું. દરેક વ્‍યકિત પોતાના ઘરમાંથી થાળી, વાટકો અને ચમચી લઈ તા. ૯મી જૂન ૨૦૧૮ના સાંજના પ.૦૦ કલાકે પોતાના
ગામે, તાલુકા અને જીલ્‍લાના વડા મથકે જયાં જે લોકોને અનુકૂળતા હોય અને જગતના તાત પ્રત્‍યે સહાનુભૂતિ હોય તેવા તમામ લોકોને ખુલ્‍લું આમંત્રણ વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ આપ્‍યું છે.

ભાજપને જો ખરેખર જ ખેડૂતોની ચિંતા હોય તો કોંગ્રેસની યુપીએ સરકારે જેમ ખેડૂતોના દેવા માફ કર્યા હતા તે રીતે ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ ૧૯૯૫માં ભાજપનું શાસન રાજયમાં આવ્‍યું તે પહેલાં ૨૧૫ મોટા અને મધ્‍યમ કક્ષાના ડેમ બનેલ હતા, ભાજપે ૨૩ વર્ષના શાસનમાં નવા માત્ર ૧૮ ડેમો જ બનાવ્‍યા છે. બોરીબંધ અને ખેત તલાવડીઓ બનાવવામાં ભ્રષ્‍ટાચાર કરી ખેડૂતોને છેતર્યા છે. આજે પણ નર્મદાની કેનાલ નેટવર્કનું હજારો કિ.મી.નું કામ બાકી છે તેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી. સિંચાઈ માટે ખેડૂતોની સ્‍થિતિ આજે દયનીય છે. આજે પણ રાજયમાં ૭૫,૧૨,૯૭૨ હેકટર જમીનને સિંચાઈ માટે પાણી પુરું પાડવામાં આવતું નથી. ખેડૂતોને કુદરતી વરસાદના ભરોસે અથવા ભુગર્ભમાંથી જળ ખેંચી ખેતી કરવી પડે છે.

ખેડૂતોના ઉભા પાકને રોઝ-ભુંડ જેવા જંગલી જાનવરો ખુબ નુકશાન પહોંચાડે છે. પાક રક્ષણ માટે તારની વાડ બનાવવા સહાય મેળવવા માટેની લાખો અરજીઓ પડતર છે ત્‍યારે બે વર્ષમાં સરકારે માત્ર ૧,૨૩૬ અરજીઓ જ મંજુર કરી ખેડૂતોની મજાક કરી છે. ખેડૂતો આધુનિક રીતે ખેતી કરી શકે તે માટે ટ્રેકટર સબસીડીની ૧૧,૦૦૦ કરતાં વધુ અરજીઓ પડતર છે, જયારે બે વર્ષમાં ૪૦,૦૦૦ જેટલી અરજીઓ નામંજુર કરી દિધી છે.

બે વર્ષમાં ખેતી માટે વિજ કનેકશનો મેળવવા ૧,૫૩,૮૮૩ ખેડૂતોએ કરેલ અરજીઓ પૈકી માત્ર ૧૮,૯૮૯ને જ વીજ કનેકશન આપવામાં આવ્‍યા છે, જયારે બે વર્ષની ૧,૨૭,૬૧૩ અરજીઓ અને તે પહેલાની લાખો અરજીઓ પડતર છે. સરકારી વિજ મથકોને કેન્‍દ્ર સરકાર દ્વારા કોલસાની ફાળવણી ન કરીને ઈરાદાપુર્વક ઉત્‍પાદન ઘટાડવામાં આવે છે અને અદાણી-એસ્‍સાર જેવી કંપનીઓ પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદવામાં આવે છે અથવા વિજળી ખરીદ્યા વગર ફીકસ કોસ્‍ટ પેટે કરોડો રૂપિયા ચુકવવામાં આવે છે. મોંઘા ભાવે ખરીદેલ વીજળી અન્‍ય રાજયોમાં વેંચવામાં આવે છે જયારે ખેડૂતોને વીજ કનેકશન આપવા ભાજપ સરકાર પાસે પુરતી વીજળી નથી.

ભારત સરકારના સેન્‍ટ્રલ ઈલેકટ્રીસીટી ઓથોરીટીના રિપોર્ટ મુજબ પોંડીચેરી, કેરાલા, ગોવામાં ખેતી માટે વીજળીની કોઈ મર્યાદા નથી, જયારે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્‍ચિમ બંગાળ, મધ્‍ય પ્રદેશ જેવા રાજયમાં ખેડૂતોને ૧૮ કલાકથી લઈને ૨૪ કલાક વીજળી પુરી પાડવામાં આવે છે. ખેડૂતોને વીજળી પુરી પાડવામાં ગુજરાત ૧૬મા નંબરે આવે છે. ગુજરાતમાં ખેડૂતોને ૮ કલાક સતત વીજળી પુરી પાડવામાં આવતી નથી. રાત-દિવસના રોટેશન મુજબ અપાતી વીજળીમાં પણ અનેક વખત લાઈન ટ્રીપ થાય છે. ટાટાને સાણંદમાં નેનો માટે રાતોરાત ડબલ સરકીટવાળા ફીડરથી ૨૨૦ કેવીએનો વીજ પુરવઠો પુરો પાડવા, વીજળી કર ભરવામાંથી મુકિત આપવા સહિત ડાર્ક ઝોનમાં પાણી ખેંચવાની મંજૂરી પણ આપવામાં આવે છે. સાણંદ તાલુકામાં ખેતી પર નભતા ખેડૂતોને ડાર્કઝોનના બહાને ભૂગર્ભમાંથી પાણી ખેંચવા નવા વીજ કનેકશનો આપવામાં આવતા નથી. રાજયમાં ખેડૂતો સમયસર વિજ બિલ ભરી ન શકે તો વિજ કનેકશન કાપી નાંખવામાં આવે છે અને ચોરીના બહાને લાખો રૂપિયાના દંડ ફટકારવામાં આવે છે અને ખેતી વિષયક વીજ બિલમાં ૧૮ ટકા જીએસટી વસુલવામાં આવે છે. જયારે ચાર હજાર કરતાં વધુ ઔદ્યોગિક એકમો પાસેથી રૂપિયા ૧૭૦૦ કરોડ જેટલી માતબર રકમ વસુલવાની તસ્‍દી ભાજપ સરકાર લેતી નથી.

સરકારની મિલીભગતથી રાજયમાં નકલી દવાઓનો વેપાર ખુબ મોટા પ્રમાણમાં ચાલે છે, જેના કારણે ખેડૂતો પાક બચાવવા મોંઘા ભાવની જંતુનાશક દવાઓ ખરીદી છંટકાવ કરે છે પણ પાક બચાવી શકતા નથી. રાજયના ખેડૂતોને તેમની ખેત પેદાશો જેવી કે મગફળી, કપાસ, અન્‍ય પાકોના ટેકાના ભાવો વધારવા માટે કેન્‍દ્રમાં ભાજપની સરકાર આવ્‍યા પછી રાજય સરકારે કોઈ પ્રયાસ કર્યો નથી. આજે ખેડૂતોના પાક ઉત્‍પાદનના ભાવો ઉત્‍પાદન ખર્ચ જેટલા પણ મળતા નથી ત્‍યારે ખેડૂતોએ રાત-દિવસ ટાઢ-તાપમાં મહેનત
કરીને પકવેલ પાકના પોષણક્ષમ ભાવો ન મળતા રસ્‍તાઓ પર ઠાલવી દેવા પડે છે અથવા પાકની હોળીઓ કરવી પડે તેવી વરવી પરિસ્‍થિતિ આજે રાજયના ખેડૂતોની છે.

આજે રાજયમાં ખેડૂતોની સંખ્‍યામાં ૩.૫૦ લાખનો ઘટાડો, ખેતમજૂરોની સંખ્‍યામાં ૧૭ લાખનો વધારો અને ખેતીની જમીન દિનપ્રતિદિન ઘટાડો થતો જાય છે. રાજયમાં ૪૯.૬ટકા રોજગારી આપતા કૃષિ ક્ષેત્ર સાથે આભડછેટ જેવું સરકારનું વલણ છે. કૃષિ ઉત્‍પાદનો, કૃષિ ઓજારો, ખાતર, જંતુનાશક દવા અને બિયારણ ઉપર જીએસટીનો બોજ નાંખવામાં આવ્‍યો છે. રાજયમાં ખેડૂતો માટે યોગ્‍ય બજાર વ્‍યવસ્‍થાના અભાવે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી અને સસ્‍તા અને સરળ ધિરાણનો અભાવ છે. કૃષિ બજેટ અને સબસીડીમાં
ભાજપ સરકાર દ્વારા સતત કાપ મુકવામાં આવે છે. રાજયના વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટની સામે ૨૦૧૮-૧૯માં ૧૧૪૪.૩૭ કરોડ રૂપિયાની ઘટ સાથે ૧૨.૬૭ ટકાનો કાપ મુકયો છે.

સેટેલાઈટ દ્વારા થયેલ જમીન રીસર્વેમાં મોટા પ્રમાણમાં છબરડાઓ બહાર આવ્‍યા છે. ખેડૂતોની કિંમતી ખેતીલાયક જમીનો ઝુંટવી લેવા માટે જમીન સંપાદન કાયદામાં ફેરફાર કરવામાં આવ્‍યો છે. અભણ ખેડૂત ઉપર પાણી પત્રકની નોંધણીનો બોજ નાંખવામાં આવ્‍યો છે તે હટાવવામાં આવે, પાક વીમાનું પ્રિમિયમ ફરજીયાત બનાવીને કૃષિ સબસીડીના નામે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ખાનગી વિમા કંપનીઓને રળાવી આપવા કૃષિ ફસલ વીમા યોજનાના નામે ભાજપ સરકારે ષડયંત્ર રચ્‍યું છે. ખેડૂતો માટે ૦ ટકા ધિરાણની જાહેરાત પછી કૃષિ લોન ઉપર ૭ ટકા વ્‍યાજ વસુલીને ભાજપ સરકાર દ્વારા ગરીબ ખેડૂતોને લુંટવામાં આવે છે.

ફરજીયાત બનાવેલ પાક વિમો મરજીયાત કરવાની માંગ કરી છે, છેલ્‍લાં પાંચ વર્ષમાં ખેડૂતોનું વધતુ જતુ આત્‍મહત્‍યાનું પ્રમાણ અટકાવવામાં ભાજપ સરકાર સદ્દંતર નિષ્‍ફળ રહી છે. ખેડૂતોની આત્‍મહત્‍યાના બનાવોને ભાજપ સરકાર દ્વારા અપમૃત્‍યુમાં ખપાવીને આત્‍મહત્‍યાના સાચા આંકડાઓ છુપાવવામાં આવે છે. ગત ચોમાસામાં આવેલ ભયંકર પુરના કારણે અતિવૃષ્‍ટિથી પીડીત ખેડૂતોને વળતર સહાય ચુકવવામાં સરકાર નિષ્‍ફળ રહી છે. પશુધનની સરખામણીએ ૨૮૦૦ જેટલા ગામો બિલકુલ ગૌચર વિહોણા અને હજારો ગામડાઓમાં ગૌચરની ઘટ છે. ખેત વિહોણા ખેડૂતો છે ત્‍યાં પશુધનના ચરીયાણ માટે ગૌચરની વ્‍યવસ્‍થા થાય, જરૂરીયાત મુજબ ગૌચર ઉભું થાય અને જયાં ગૌચરની જમીન વેચાણી છે એવી ગૌચરની જમીનો વેચનારાઓ ઉપર ગૌચર આવે તે માટે સરકાર પાસે માંગણી કરી છે.

ગરીબી રેખા નીચે જીવતા પરીવારોને જીવન નિર્વાહ મતમજૂરોને સાંથણીની જમીન પાંચ હેકટર સુધી આપવાની જોગવાઈ છે. ખેડૂત
સમાજમાંથી માંગ આવી છે. નાના અને સીમાંત ખેડૂતો છે તેવા ખેડૂતોને બીપીએલ યોજના અંતર્ગત લાભ આપવા માંગ કરી છે. મગફળીકાંડમાં ભાજપના મળતીયાઓનો સરકાર સીધો બચાવ કરી રહી છે. પોતાના અધિકાર માટે આંદોલન કરતાં ખેડૂતો ઉપર સરકાર દમન ગુજારી રહી છે તેમ અંતમાં પરેશ ધાનાણીએ કહ્યું હતું.

error: Content is protected !!