કોન્સ્ટેબલને ૪૧.૮૫ના સ્થાને ૫૦ થી ૫૫ચો.મી.અને પી.એસ.આઇને ૫૫.૪૬ના સ્થાને ૬૦ થી ૬૫ ચો.મી.ના આવાસ ફાળવાશે

ગાંધીનગર: રાજ્યના પોલીસ કર્મચારીઓનો રહેણાંક્નો વિસ્તાર વધારીનેવધુ સવલતયુકત બનાવવાના હેતુથી નિર્ણાયક અને સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓ અને તેમના હિતમાં નિર્ણય કરીને હાલમાં પોલીસકોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને રહેણાંક માટે બે રૂમના આવાસને બદલે ત્રણ રૂમના આવાસ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમ ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જ્ણાવ્યું છે.

રાજય સરકાર દ્વારા હાલમાં પોલીસકોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને રહેણાંક માટે ૪૧.૮૫ ચો.મી આવાસો ફાળવવામાં આવે છે.જેના સ્થાને હવે તેનો વિસ્તાર વધારીને ૫૦ થી૫૫ ચો.મી. રહેણાંક આવાસ ફાળવવામાં આવશે.આ ઉપરાંત પોલીસ સબ ઇનસપેકટરને ફાળવવામાં આવતા ૫૫.૪૬ના સ્થાને હવે ૬૦ થી ૬૫ ચો.મી.ના આધુનિક સવલતવાળા આવાસ ફાળવવામાં આવશે.આ નિર્ણયનો સત્વરે અમલ કરવામાં આવશે તેમ ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું.

મંત્રીશ્રીએ જ્ણાવ્યું હતું કે દેશ અને દુનિયામાં સુરક્ષા અને શાંતિ માટે રાજ્યની આંતરીક વ્યવસ્થાઓ અને પરિસ્થિતિઓમાં સુલેહ-શાંતિ જાળવવાનું કાર્ય રાજ્યના પોલીસદળના કર્મચારીઓ કરે છે. પોલીસદળનો ઉત્સાહ વધારવા તેમને વધુને વધુ કાર્યક્ષમ બનાવવા અને તેઓની પારિવારીક સવલતોની પણ ચિંતા કરવા રાજ્ય સરકાર હંમેશા કટીબદધ છે.જેના ભાગરૂપે છેલ્લા ધણા વર્ષોમાં રાજ્ય સરકારે હજારોની સંખ્યામાં પોલીસ ભરતી તેમજ નવીન પોલીસ સ્ટેશનો અને પોલીસ કર્મચારીઓ/ અધિકારીઓ માટે આધુનિક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

error: Content is protected !!