અમદાવાદ સાયન્સ સીટીમાં 126.62 કરોડના ખર્ચે થઇ રહ્યું છે રોબોટીક ગેલેરીનું નિર્માણ

અમદાવાદ: સાયન્સ સીટીમાં અત્યાધુનિક રોબોટીક ગેલેરીનું નિર્માણ કાર્ય પુરજોશમાં શરૂ કરાયુ છે. આજે (મંગળવારે) વિધાનસભામાં વિજાપુરના ધારાસભ્ય રમણભાઇ પટેલ દ્વારા પૂછવામાં આવેલા લેખિત પ્રશ્નના પ્રત્યુત્તરમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, દેશ-વિદેશમાં નામના પામનાર સાયન્સ સીટી ખાતે હાલમાં અત્યાધુનિક રોબોટીક ગેલેરીનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આ ગેલેરીના બાંધકામ અને 5 વર્ષના ઓપરેશન મેન્ટેનન્સ સપોર્ટ માટે રાજ્ય સરકાર દ્વારા રૂા. 126.62 કરોડનો ખર્ચ કરાશે.

error: Content is protected !!