રાફેલ ફાઈટર વિમાનને લઈને ચાલતો વિવાદ પાયાવિહોણો : નિર્મલા સીતારામન

નવી દિલ્હી, દેશગુજરાત: સરકારે રાફેલ ફાઇટર એરક્રાફ્ટ સોદા પર “દુર્ભાવનાપૂર્ણ પ્રેરિત” અને “પાયાવિહોણા” તરીકેનો વિવાદ ગણાવ્યો અને કહ્યું કે ફાઈટર વિમાનોને વધુ સારી શરતો સાથે ખરીદવામાં આવ્યા છે. લોકસભામાં પુછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં રક્ષામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, રક્ષા ખરીદી પ્રક્રિયા (ડીપીપી)ના દરેક નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.આ સાથે જ 23 સપ્ટેમ્બર, 2016માં સુરક્ષા કેબિનેટ કમિટી સીસીએસની મંજુરી બાદ બંને સરકારો વચ્ચે કરાર સાઈન કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, “આરોપો પ્રેરિત અને પાયાવિહોણા છે. સરકારે સારી શરતો સાથે રાફેલ વિમાનોની ખરીદી કરી છે. આ સવાલ 6 સાંસદો દ્વારા પૂછવામાં આવ્યો હતો. જેમાં ૩ ભાજપના સાંસદ ઉપરાંત બીજેડીના ભતુહરી મહતાબ, સમાજવાદી પાર્ટીના તેજ પ્રતાપ સિંહ યાદવ અને શિવસેનાના  રાહુલ શેવાલેનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, 36 રાફેલ વિમાનોની ખરીદીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ સાથે કોંગ્રેસે એ પણ આરોપ લાગાવ્ય હતો કે, ફાઈટર વિમાનની ખરીદી સમયે ડીપીપીનું પાલન કરવામાં આવ્યું નથી. કોંગ્રેસે આ મુદ્દો ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર સમયે પણ ઉઠાવ્યો હતો.

error: Content is protected !!