કાકડીનું અથાણું

સામગ્રી :

કાકડી : ૫૦૦ ગ્રામ
તેલ : ૧૦૦ ગ્રામ
ખાંડ : ૧૫૦ ગ્રામ
મરચું : ૨૫ ગ્રામ
મેથીનાં કુરિયા : ૨૫ ગ્રામ
એસેટિક એસિડ : ૧૦ ગ્રામ
હળદર / હિંગ : ૫ ગ્રામ
વરિયાળી : ૧૦ ગ્રામ
મીઠું : સ્‍વાદ મુજબ
પાણી : થોડું

બનાવવાની રીત :

સૌ પહેલાં કાકડી ધોઇને તેને લાંબી પાતળી સમારી લો. તેમાં હળદર અને મીઠું ભેળવીને રાખો. પાંચ દિવસ તેને રહેવા દો. ત્‍યાર બાદ તેનું પાણી નિતારી લો અને ધોઇ નાંખો. બધો મસાલો, ખાંડ, તેલ, એસેટિક એસિડ વગેરે બધી સામગ્રી ભેળવીને તેમાં રગદોળી લો. બરણીમાં ભરી લો. આ એક નવીન પ્રકારનું સ્‍વાદિષ્‍ટ અથાણું છે.

error: Content is protected !!