સીતાફળ – કરમદાનું અથાણું

સામગ્રી :

કરમદાં : ૫૦૦ ગ્રામ
સીતાફળ : ૫૦૦ ગ્રામ
ખાંડ : ૪૦૦ ગ્રામ
આદું : ૫૦૦ ગ્રામ
લસણ : ૩૦ ગ્રામ
મીઠું- મરચું : સ્‍વાદ મુજબ
ગોળ : ૫૦ ગ્રામ
સરકો : ૧ ગ્‍લાસ
તેલ : ૨૫૦ ગ્રામ
એલચી : થોડા નંગ
મરી પાઉડર : ૫ ગ્રામ
અજમો : ૩ ગ્રામ

બનાવવાની રીત :

સૌ પહેલાં કરમદાંને ધોઇને કોરાં કરી લો. તેમાં સોય વડે કાણાં પાડો. એક તપેલામાં ૧ ગ્‍લાસ ખાંડ અને કરમદાં નાખીને રાખો. એક દિવસ તેને તડકે રાખો. બીજા દિવસે ખાંડ ઓગળી જતાં સરકામાં ગોળ ભેળવી દો. બીજા દિવસે સીતાફળને ખમણીને સરકા-ગોળમાં ભેળવી દો. અને ધીમા તાપે ઉકાળો. હવે ખાંડવાળા કરમદાં પણ તાપ પર ચડાવો. પછી બંનેને ભેળવીને ૫-૧૦ મિનિટ સુધી તાપ પર રાખો. ત્‍યાર બાદ લસણ-આદું વાટી લો અને તેલમાં શેકી લો. બાકીનો વાટેલો મસાલો પણ તેમાં ભેળવી દો. બરણીમાં ભરીને હલાવો. અથાણાંની બરણી ૪ દિવસ તડકે રાખો.

error: Content is protected !!