અમદાવાદ કેન્દ્રનો ઔદ્યોગિક કામદારો માટે ઓગસ્ટ-ર૦૧૭નો ગ્રાહક ભાવાંક

અમદાવાદ: કેન્‍દ્ર સરકારના સિમલામાં આવેલા શ્રમ બ્યુરો દ્વારા અમદાવાદ કેન્દ્રનો ઓગસ્ટ-ર૦૧૭ નો ભાવાંક જાહેર કરવામાં આવ્‍યો છે. જેમાં ઓગસ્ટ-ર૦૧૭ પાયાના વર્ષ(ર૦૦૧) ને ૧૦૦ પર આધારિત ગણતરી કરેલ ગ્રાહક ભાવાંક ર૭૪ આંકને ૧૯૮રના પાયાના વર્ષમાં રૂપાંતરિત કરવા માટે ૪.૬૨ના સાંકળતા આંકથી ગુણતાં અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદાર માટેનો ગ્રાહક ભાવાંક (૧૯૮ર=૧૦૦) =૧૨૬૫.૮૮ થાય છે. આ આંકને ૧૯૬૦ના પાયાના વર્ષમાં રૂપાંતરિત કરવા માટે ૪.૭૮ના સાંકળતા આંકથી ગુણતા અમદાવાદ
કેન્દ્રના ઔદ્યોગિક કામદાર માટે ગ્રાહક ભાવાંક (૧૯૬૦=૧૦૦) =૬૦૫૦.૯૧ થાય છે.

આ આંકને રાજ્ય સરકારે સ્‍વીકારેલ ૩.૧૭ના સાંકળતા આંકથી ગુણતાં રાજ્ય શ્રેણીના ઔદ્યોગિક કામદાર વર્ગ માટેનો ઓગસ્ટ-ર૦૧૭ મહિનાનો અમદાવાદ કેન્દ્રનો પાયાના વર્ષ (૧૯ર૬-ર૭=૧૦૦) પ્રમાણે ગ્રાહક ભાવાંક ૧૯૧૮૧.૩૭ થાય છે, તેમ નાયબ શ્રમ આયુક્ત ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!