સુરતના પાલ રોડથી ગૌરવપથ સુધીનો રોડ સફાઈ માટે કસ્ટમ વિભાગે દત્તક લીધો

સુરત : કસ્ટમ વિભાગ, અમદાવાદ દ્વારા 15 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન ‘સ્વચ્છતા પખવાડા’ની ઉજવણી કરવામાં આવી હતી. સ્વચ્છતા પખવાડા દરમિયાન કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કર્મચારીઓએ કચેરીની સાફસફાઈ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પર્યાવરણ ઈજનેર નેહા ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન અંગે એક કાર્યશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, કચેરીના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેના રખરખાવની જવાબદારી પણ કર્મચારીઓ વચ્ચે વહેંચવામાં આવી હતી. ‘સ્વચ્છતા વિશે નવીન વિચારો’ વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કસ્ટમ વિભાગ દ્વારા જૂના રેકોર્ડની વ્યવસ્થિત ગોઠવણી અને નોંધણી કરવામાં આવી હતી. તેમજ તેના ડિઝીટાઈઝેશન માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સ્વચ્છતા પખવાડાની ઉજવણીના ભાગરૂપે કસ્ટમ વિભાગે સુરતના પાલ રોડથી ગૌરવ પથ સુધીના રોડને સફાઈ માટે દત્તક લીધો હતો.

error: Content is protected !!