દહીં કે કબાબ

તૈયારીનો સમય: ૧૫ મિનિટ
બનાવવાનો સમય: ૧૫ મિનિટ
માત્રા: ૧૨ કબાબ બનશે.

સામગ્રી

-કબાબ માટે
-૧/૩ કપ ખમણેલું પનીર
-૧ ચમચી ચણાનો લોટ
-૨ ચમચા કોથમીર બારીક સમારેલી
-૧/૨ ચમચી કિચન કંિગ મસાલો
-૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી
-એક ચપટી સાકર
-મીઠું સ્વાદાનુસાર
-૬ નંગ કાજુ

અન્ય સામગ્રી

-તળવા માટે તેલ
-બ્રેડ ક્રમ્સ
-મસાલાના પડ માટે
-૨ ચમચા ઘી
-૨ ચમચી આદુ-લસણની પેસ્ટ
-૧ ચમચી લાલ મરચાંની ભૂકી
-૧/૨ ચમચી કિચનકંિગ મસાલો
-૧/૪ કપ બ્રાઉન ઓનિયન પેસ્ટ
-મીઠું સ્વાદનુસાર
-૨ ચમચા દૂધ (છાંટવા માટે)

રીત: કબાબ માટે

– એક બાઉલમાં કાજુ સિવાયની કબાબની તમામ સામગ્રીને મિક્સ કરો.
– આ મિશ્રણના ૧૦ સરખા ભાગ કરો. પ્રત્યેક ભાગને ગોળાકાર વાળો.
– પ્રત્યેક ગોળાકાર કબાબમાં આંગળીથી વચ્ચે ખાડો પાડી અડધો કાજુ મૂકો અને પાછો તેને વાળો.
– આ કબાબને બ્રેડ ક્રમ્સમાં રગદોળો.
– એક કઢાઈમાં તેલ ગરમ કરો અને કબાબને તળીને એકબાજુ મૂકો.

મસાલાના પડ માટે

– એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં આદુ-લસણની પેસ્ટ, લાલ મરચાંની ભૂકી અને કિચનકંિગ મસાલો નાંખી ૨ મિનિટ સાંતળો.
– તેમાં બ્રાઉન ઓનિયન પેસ્ટ અને મીઠું નાંખી ધીમા તાપે સાંતળો પછી ગેસ પરથી ઉતારી એક બાજુ મૂકો.

આગળની રીત:

– તૈયાર કરેલા મસાલામાં કબાબ ઉમેરી હળવેથી હલાવો જેથી કબાબ પર મસાલો લાગે.
– એક પ્લેટમાં કબાબ કાઢી ઉપર દૂધ છાંટો અને તાત્કાલિક પીરસો.
-કાંદાની સ્લાઇસને તેલમાં તળીને મિકસરમાં થોડા પાણી સાથે વાટવાથી બ્રાઉન ઓનિયન પેસ્ટ તૈયાર થશે

error: Content is protected !!