દાહોદ જિલ્લાની ભ્રામણ પ્રાથમિક શાળાના શિક્ષક અને શિક્ષિકાને ફરજ મોકુફ કરાયા

દાહોદ : દાહોદ જિલ્લાના સંજેલી તાલકાના ભ્રામણ પ્રાથમિક શાળાના શિક્ષક તથા શિક્ષિકા બેન દ્વારા કરવામાં આવેલ કૃત્યની બાળકો તથા સમાજમાં ગંભીર અસર પડતી હોઇ તેને ધ્યાને લઇને આ બન્ને શિક્ષકોને ફરજ મોકુફી હેઠળ મૂકવાનો રાજ્ય સરકારે કડક નિર્ણય લીધો છે, એમ નાયબ શિક્ષણ નિયામકની યાદીમાં જણવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ભામણ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા મતી મુંડવાડ પ્રેમીલાબેન રૂપાભાઇ અને શિક્ષક માલ હુરસિંગ ગજાભાઇ બંનેનો પ્રેમ પ્રકરણ બાબતનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાની રાજ્ય સરકારે ગંભીર નોંધ લઇને તાત્કાલિક કડક હાથે પગલાં લેવા સૂચનાઓ આપી હતી અને તાલુકા તથા જિલ્લા કક્ષાએ આ ઘટનાની સંપૂર્ણ ઝીણવટભરી તપાસ કરીને તપાસ અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સુપ્રત કર્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આ બંને શિક્ષકોને ફરજ મોકુફ હેઠળ મૂકવા માટે રાજ્ય સરકારની દરખાસ્ત કરાઇ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને તથા સમાજમાં ઉત્તમ દાખલો બેસે તે આશયથી આ દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપીને બંને શિક્ષકોને ફરજ મોકુફી હેઠળ મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

error: Content is protected !!